કંટાળીને પગલું ભર્યું:પોરબંદરમાં બીમારીથી કંટાળી મહિલાએ માંકડ મારવાની દવા પી લીધી

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારની ઘટના
  • છાતીમાં ગભરામણ અને દુખાવાથી કંટાળીને પગલું ભર્યું

પોરબંદરમાં ગઇકાલે બપોરના સમયે એક મહિલાને છાતીમાં દુખાવો અને ગભરામણ થતા તેણે કંટાળીને માંકડ મારવાની દવા પી લીધી હતી. આ અંગે પોલીસમાં જાણવાજોગ દાખલ કરાઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા મંજુબેન મનોજભાઇ ઉર્ફે મુનાભાઇ રાઠોડ નામની 40 વર્ષીય મહિલાને છેલ્લા પાંચેક દિવસથી છાતીમાં ગભરામણ અને દુ:ખાવો થતો હોય જેનાથી કંટાળીને પોતે પોતાની મેળે ઠક્કર પ્લોટ વિસ્તારમાં શારદા મંદિર પાસે જઇને માંકડ મારવાની દવા પી લીધી હતી. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના હે.કો. એસ. એ. બકોત્રાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...