તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પોરબંદરમાં બેફામ રીતે મેટાડોર ચલાવનારે રીક્ષાને હડફેટે લીધી

પોરબંદર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં માનવજીંદગી જોખમાઇ તે રીતે ડ્રાઇવ કરનાર સામે પગલાં લો
 • રીક્ષા ચાલકને ઇજા અકસ્માત સર્જી મેટાડોર ચાલક નાસી છૂટ્યો

પોરબંદરના સુભાષનગરવાળા રોડ પરની ગોલાઇ પર એક અજાણ્યા મેટાડોર(ફોરવ્હીલ) ચાલકે બેફામપણે મેડાટોર ચલાવી રીક્ષાને હડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદર શહેરના સુભાષનગર રોડ પર આવેલા જુના જકાતનાકાની ગોલાઇવાળા રોડ પરથી એક અજાણ્યા મેટાડોર ચાલકે પોતાના હવાલાવાળી મેટાડોર(ફોરવ્હીલ) રજી.નં.- GJ-10-V-6835 ને બેફામપણે પૂરપાટ ગતીમાં માનવ જીંદગી જોખમાઇ તેમ બેદરકારી પૂર્વક પોતાની મેટાડોર ચલાવીને એક પેસેન્જર રીક્ષાને હડફેટમાં લઇ અકસ્માત સર્જ્યો હતો, જેથી જીલ્લાના દેગામ ગામે રહેતા રીક્ષા ચાલક ગીરીશભાઇ બાબુભાઇ સાદીયાને ઇજાઓ પહોંચી હતી અને મેટાડોર ચાલક અકસ્માત સર્જીને નાશી છૂટ્યો હતો. આ બાબતે ફરીયાદ કરાતા પોલીસે ઉક્ત જણાવેલ નંબરવાળા અજાણ્યા મેટાડોર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો