પોરબંદરના ચપ્પલના વેપારીને સસ્તો માલ આપવાની લાલચ આપી ફેસબુક ઉપર સાયબર ફ્રોડ કરનાર એક શખ્શે રૂપિયા 19500 નો ફ્રોડ કર્યો હતો જે પૈસા પોલીસે આ વેપારીને પરત અપાવ્યા હતા.
પોરબંદરના એક વેપારી યુસુફભાઇ દિનાણીને ફેસબુક પર ચપ્પલના વેપારી સાથે સંપર્ક કરતા તેણે હોલસેલમાં સસ્તા ભાવે આપવાની વાત કરી હતી. જેથી યુસુફભાઇ દિનાણીએ રૂપિયા 19500 ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ દિવસો સુધી માલ પણ ન આવતા અને રૂપિયા પણ પરત ન થતાં વેપારીએ સાથે સાયબર ફ્રોડ થયો હતો. આમ પોતાની સાથે સાયબર ફ્રોડ થયો હોય તેવું માલુમ પડતાં તેણે પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા PSI કે. આઇ. જાડેજાના માર્ગદર્શન હેઠળ જરૂરી કાર્યવાહી કરતાં યુસુફભાઈને પૂરેપૂરા 19,500 પરત મેળવી આપ્યા હતા.
આ બનાવ અનુસંધાને આરોપીને ઝડપી લેવાની તજવીજ પણ ચાલુ છે. પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ ઓનલાઈન વસ્તુ મંગાવવા તથા ઓનલાઇન ખરીદી કે વેપાર કરતી વખતે ઓનલાઇન પેમેન્ટ કરતી વખતે પૂરતી ખરાઇ કરી લેવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.