તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:પોરબંદરમાં ખોટી શંકા રાખીને શખ્સે 2 યુવાનોને છરીઓ મારી

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખોટી વાતો કરે છે તેવી શંકાઓ રાખીને હુમલો કર્યો

પોરબંદરમાં પોતાની ખોટી વાતો કરે છે તેવી શંકાઓ રાખીને આરોપીએ 2 યુવાનો પર છરીથી હુમલો કર્યો હતો. બોખીરા વાડી વિસ્તારમાં રહેતા ભરતભાઇ રામભાઇ મોઢવાડીયા નામના યુવાને ફરીયાદ નોંધાવી જણાવ્યુ હતુ કે, પોતે તથા પોતાની સાથે રહેલા સાહેદ અરજનભાઇ મોઢવાડીયા બોખીરાના વાછરાડાડાના મંદીર પાસે હતા તે દરમ્યાન ત્યાં આ જ વિસ્તારમાં રહેતો રાણા પરબત પરમાર નામના આરોપી આવ્યો હતો અને પોતાની ખોટી વાતો કરે છે તેવી શંકાઓ રાખીને આરોપી રાણાએ માથાકૂટ કરી ભૂંડી ગાળો કાઢી, છરીથી હુમલો કર્યો હતો અને ભરતભાઇ મોઢવાડીયાને ખંભામાં તેમજ સાહેદ અરજનભાઇ મોઢવાડીયાને છાતીમાં છરીનો એક-એક ઘા મારી ઇજાઓ પહોંચાડી હતી. આ બાબતે ફરીયાદ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો