તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પોરબંદરમાં પાગલે દુકાન પર પથ્થરના ઘા કર્યા, કાચનું એલિવેશન તોડી નાખ્યું

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસને જાણ કરતા પાગલ આશ્રમ ખાતે ખસેડવામાં આવ્યો

પોરબંદરમાં એક પાગલ શખ્સે એક દુકાનને ટાર્ગેટ બનાવી હોઈ તેમ એક અઠવાડિયામાં 4 વખત દુકાન પર પથ્થરો ફેંકી કાચને નુકશાન પહોચાડ્યું હતું. પોરબંદર શહેરમાં અવારનવાર માનસિક અસ્થિર મગજના કેટલાક વ્યક્તિઓ તોફાને ચડી લોકોને ગાળો કાઢી મારવા દોડતા હોવાના બનાવ સામે આવે છે ત્યારે તાજેતરમાં જ એક પાગલે એક દુકાનને ટાર્ગેટ બનાવી હોય તેમ અઠવાડિયામાં 4 વખત દુકાન પર પથ્થર ફેંકી દુકાનના કાચના એલિવેશને નુકશાન પહોચાડ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના એમજી રોડ પર પહેલા માળે આવેલ દિપક સ્ટુડિયો નામની દુકાન પર કાચનું એલિવેશન છે. આ દુકાન પર એક પાગલે પથ્થર ના ધા કર્યા હતા.

અઠવાડિયામાં 4 વખત આ પાગલે દુકાન પર પથ્થર મારતા દુકાનના કાચ ભાંગી નાખ્યા હતા. જેથી દુકાનદાર સંજય શાંતિલાલ દાસાણીએ આ અંગે પોલીસને જાણ કરી હતી. અને દુકાનના કાચ પર સીસીટીવી કેમેરો મુક્યો હતો જેમા આ પાગલ વહેલી સવારે આવી પથ્થરનો ધા મારી ચાલ્યો જતો હોવાનું નજરે ચડ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે પાગલને પકડી લીધો હતો અને માનસિક અસ્થિર હોવાને કારણે પેરેડાઈઝ વિસ્તારમાં આવેલ પાગલ આશ્રમ ખાતે મૂકી આવ્યા હતા. પોરબંદર શહેરમાં પાગલો ઘણી વખત ગુસ્સે થઈને વાહન ને ટાર્ગેટ પણ બનાવતા હોઈ છે. ત્યારે આવા માનસિક અસ્થિર વ્યક્તિઓ નિર્દોષ લોકોને વધુ પરેશાન કરે તે પહેલા પકડીને પાગલ આશ્રમ ખાતે મોકલી આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો