તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પોરબંદરમાં જાહેરનામાનો ભંગ કરનારા 6 લોકો સામે ગુનો નોંધાયો

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર પોલીસે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણને અટકાવવા અપાયેલા જાહેરનામાનો ભંગ કરી લોકોમાં વધુ સંક્રમણ ફેલાય તેવું કૃત્ય કરનારા 6 લોકો સામે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરમાં કોરોનાનું સંક્રમણ વકરી રહયું છે.

તંત્ર દ્વારા સંક્રમણને અટકાવવા ભારે મથામણ કરવામાં આવી રહી છે. ત્યારે પણ હજુ અનેક લોકો ગફલતથી સરકાર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાનો છડેચોક ભંગ કરી રહયા છે, પરિણામે સંક્રમણ અટકવાનું નામ લેતું નથી. જીલ્લામાં આવા લોકો પૈકીના રાત્રી કફર્યુનો ભંગ કરનારા 1 લોકો સામે, રાત્રી કફર્યુ દરમીયાન દુકાન ખુલ્લી રાખનારા 2 સામે, પોતાની દુકાન સામે ગ્રાહકોની ભીડ એકઠી કરનાર 1 સામે અને માસ્ક પહેર્યા વિના બહાર નીકડનારા 2 સામે પોલસે કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...