તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઇરસથી મોટી પાણીની તરસ:પોરબંદરમાં ભરઉનાળે પાણીની મોકાણ, મહિલાઓની કૂવા પર એક બેડું પાણી ભરવા માટે પડાપડી

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અહીં કોઈ મહિલાએ માસ્ક પણ નહોતું પહેર્યું અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ નહોતું જળવાયું - Divya Bhaskar
અહીં કોઈ મહિલાએ માસ્ક પણ નહોતું પહેર્યું અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ નહોતું જળવાયું

પોરબંદરમાં ભરઉનાળે પાણીની મોકાણ શરૂ થઈ છે. સુભાષનગર વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પીવાનું પાણી વિતરણ ન થતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. અહીંની મહિલાઓએ કહ્યું કે, ‘કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ ન થતા કૂવામાંથી પાણી ઉલેચવું પડી રહ્યું છે. પહેલા પણ પૂરતું પાણી નહોતું આવતું. ડંકીમાં પણ ડહોળું પાણી આવે છે અને અમુક ડંકીના હાથા નથી. વાસણ માંજવાનું પણ પાણી નથી રહ્યું. આખરે કૂવાના પાણીનો સહારો લેવો પડ્યો છે તેમાં પણ પડાપડી થાય છે. જેથી માંડ એક હાંડો પાણી હાથમાં આવે છે અને કૂવાનું પાણી પણ ઓછું છે જેથી પીવાના પાણીની મોકાણ શરૂ થઈ છે.’ આ દરમિયાન અહીં કોઈ મહિલાએ માસ્ક પણ નહોતું પહેર્યું અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ નહોતું જળવાયું. આ ભીડથી સંક્રમણ ફેલાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...