કોરોના અપડેટ:પોરબંદરમાં 61 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટીવ, 82 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ

પોરબંદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં આજે 563 લોકોનું વેક્સિનેશન કરાયું
  • કુલ 140939 લોકોને 1 ડોઝ અને 77484 લોકોને 2 ડોઝ અપાઈ ગયા
  • બન્ને કોવિડ ખાતે 152 દર્દી દાખલ, લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા 1 દર્દીનું મોત

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 947 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 61 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં 18 ગામડા માંથી 40 દર્દી સહિત કુલ 61 દર્દી જેમાં 8 વર્ષથી 80 વર્ષ સુધીના સ્ત્રી પુરુષનો સમાવેશ થાય છે. આમ સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 2965એ પહોંચ્યો છે. જ્યારે 82 દર્દીઓ કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ થયા છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 2568એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 359 કેસ એક્ટિવ છે. 300 દર્દી હોમ આઇસોલેટ છે. અત્યાર સુધીમાં 153782 કુલ ટેસ્ટ થયા છે.

કોરોના પોઝિટિવ અને સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ આવતા દર્દીઓની સંખ્યા વધી હતી. હાલ આવા દાખલ દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. સિવિલ કોવિડ હોસ્પિટલમાં આઇસોલેશનમા 18 દર્દી દાખલ છે. જ્યારે સેમી આઇસોમાં 46 દર્દી અને ISO જનરલ વોર્ડ ખાતે 31 દર્દી દાખલ છે. નર્સિંગ કોવિડ ખાતે કુલ 57 દર્દી દાખલ છે. બન્ને કોવિડ ખાતે કુલ 152 દાખલ દર્દી માંથી 81 દર્દી ઓક્સિજન પર છે.

લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા 1 દર્દીનું સારવાર દરમ્યાન મોત થયું છે. પોરબંદર જિલ્લામાં વેક્સિનેશન કાર્યક્રમ દરમિયાન આજે 9 સ્થળોએ 563 લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. જેમાં પોરબંદર તાલુકામાં 563 લોકોને, કુતિયાણા તાલુકામાં 20 લોકોને અને રાણાવાવ તાલુકામાં 52 લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. કુલ 140939 લોકોને પ્રથમ ડોઝ અને 77484 લોકોને કોરોનાની વેક્સિનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...