કોરોના બેકાબૂ:પોરબંદરમાં વધુ 4 દર્દીના રિપોર્ટ પોઝિટીવ, કુલ આંકડો 447 એ પહોંચ્યો

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત
  • અન્ય જિલ્લામાં સારવાર દરમ્યાન પોરબંદરના 2 દર્દીના મોત

પોરબંદર જિલ્લામાં વધુ 4 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે અન્ય જિલ્લા ખાતે સારવાર દરમ્યાન 2 દર્દીના મોત થયા છે. પોરબંદર જિલ્લામાં વધુ 4 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે. જેમાં પોરબંદરના છાયા નવપરા વિસ્તારમાં રહેતા 39 વર્ષીય યુવાન અને રાણાવાવ પરેશનગરમાં રહેતા 46 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય જિલ્લા ખાતે પોરબંદરના નવા કુંભારવાળા વિસ્તારમાં રહેતા 83 વર્ષીય વૃદ્ધા અને કુંભારવાળા વિસ્તારમાં રહેતા 59 વર્ષીય આધેડનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત અન્ય જિલ્લા ખાતે પોરબંદરના 2 કોરોના પોઝિટીવ દર્દીના સારવાર દરમ્યાન મોત થયા છે. અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લાના 34 દર્દીઓના મોત થયા છે જેમાંથી 21 દર્દીઓના મૃત્યુ પોરબંદરમાં અને અન્ય જિલ્લા ખાતે 13 દર્દીઓના સારવાર દરમ્યાન મોત થયા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો આંકડો 447એ પહોંચ્યો છે. હાલ 75 કેસ એક્ટિવ છે. અત્યાર સુધીમાં 16773 ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...