લમ્પી રોગ એક્ટિવ:પોરબંદરમાં વધુ 4 પશુઓ લમ્પી સ્કિન રોગનો ભોગ બન્યા, ગાય અને આખલાનાં મોત

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વેક્સિનેશન કામગીરી - Divya Bhaskar
વેક્સિનેશન કામગીરી
  • આંકડો 12એ પહોંચ્યો, જીઆઇડીસીમાં આઇસોલેશન વિભાગ શરૂ કરાયો

પોરબંદરમાં લમ્પી સ્કિન રોગથી એક આખલાનું શંકાસ્પદ મૃત્યુ થયું છે.જ્યારે આઇસોલેશનમાં સારવાર દરમ્યાન એક ગાયનું મૃત્યુ થયું છે. શહેરમાં વધુ 4 પશુઓ લમ્પી સ્કિન રોગનો ભોગ બન્યા છે. આંકડો 12એ પહોંચ્યો છે. જીઆઇડીસીમાં આઇસોલેશન વિભાગ શરૂ કરાયો છે.

પશુઓ લમ્પી સ્કિનનો રોગનો આંકડો 12એ પહોંચ્યો
પોરબંદર શહેરમાં પણ લમ્પી સ્કિનના રોગે દેખા દીધી છે. શહેરમાં બિનવારસુ રઝળતા પશુઓમાં લમ્પી સ્કિન રોગના લક્ષણો સામે આવ્યા છે જેમાં ગઈકાલે ગુરુવારે 8 જેટલા પશુઓને લમ્પી સ્કિનના રોગ થયાનું સામે આવ્યું છે. જ્યારે વધુ 4 રઝળતા પશુઓ લમ્પી સ્કિનનો રોગનો ભોગ બનતા આ આંકડો 12એ પહોંચ્યો છે. વાયરસના કારણે રોગ ફેલાઈ છે અને આ રોગ ચેપી હોવાથી સંક્રમણ ઝડપથી ફેલાઈ છે. આ રોગના પેસારાથી પશુપાલકોમા પણ ફફડાટ ફેલાયો છે. જેથી પશુપાલકોને પોતાના પશુઓ બહાર ન છોડવા પશુપાલન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

પશુઓને આઇસોલેટ કરવા સેવાભાવી વ્યક્તિએ પ્લોટ ફાળવ્યો
​​​​​​​
શંકાસ્પદ લક્ષણો ધરાવતા પશુઓ અને આ રોગ ગ્રસ્ત પશુઓને આઇસોલેટ કરવા પાલિકા પાસે જગ્યાની દરખાસ્ત મુકવામાં આવી હતી ત્યારે એક સેવાભાવી વ્યક્તિએ જીઆઇડીસી ખાતે આવેલ પોતાનો પ્લોટ ફાળવ્યો છે. અને અહીં આઇસોલેશન વિભાગ બનાવવામાં આવ્યો છે. હાલ 7 જેટલા પશુઓ અહીં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે અને પાલિકાની ઢોર પકડવાની ટીમ 4 પશુઓને પકડવા ગઈ છે. આ રોગ ગૌવંશમા ફેલાઈ છે. એક આખલાનું લમ્પી સ્કિન રોગના કારણે શંકાસ્પદ મૃત્યુ થયાનું જાણવા મળે છે જ્યારે આઇસોલેશન વિભાગમાં સારવાર દરમ્યાન વધુ એક ગાય નું આ રોગના કારણે મોત થયાનું જાણવા મળ્યું છે.

પાલિકા દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરવો જરૂરી
લમ્પી સ્કિન રોગ માખી, મચ્છર, જુ, ચાંચળ અને ઇતરડીથી ગૌવંશ પશુઓમાં ફેલાઈ છે. જેથી શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાલિકા દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરવો જરૂરી બન્યો છે તેવું જીવદયાપ્રેમી ડો. નેહલબેન કારાવદરાએ જણાવ્યું છે.

વેક્સિનેશન કામગીરી કરવાની તાતી જરૂરિયાત
પોરબંદરમાં હાલતો રઝળતા ગૌવંશમા લમ્પી સ્કિન રોગ સામે આવ્યો છે ત્યારે ગૌવંશને વેકશીનેશન કામગીરી ઝડપી બને તે જરૂરી છે. પશુપાલન વિભાગ દ્વારા પાંજરાપોળ ખાતે 253 ગૌવંશને વેકશીન આપવામાં આવી છે. શહેર અને આસપાસના વિસ્તારમાં અંદાજે 3500 જેટલા ગૌવંશની સંખ્યા છે. જેથી તાકીદે વેકશીનેશનની કામગીરી થાય જેથી આ ચેપીરોગનું સંક્રમણ અટકી શકે.

  • હાલ તો જીઆઇડીસી ખાતે આઇસોલેશન વિભાગ શરૂ કરી દીધો છે. પાલિકા દ્વારા પશુઓને પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી છે. પાલિકા દ્વારા આ રોગગ્રસ્ત પશુઓને પકડી ને અહીં લાવવાની ટીમ છે. શહેરમાં પાલિકાના સહયોગથી બિનવારસુ પશુઓને પકડીને વેકશીનેશન કામગીરીનું આયોજન થશે. - ભરત મંડેરા, ઇન્ચાર્જ નાયબ પશુ પાલન નિયામક, પોરબંદર
અન્ય સમાચારો પણ છે...