તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાર:પોરબંદરમાં 4 મહિલા સહિત 34 શખ્સો જુગાર રમતા ઝડપાયા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કુલ રૂપિયા 73615 નો મુદામાલ કબજે કર્યો

પોરબંદર શહેરમાં નગીનદાસ મોદી પ્લોટ પાસેથી જ્યોતીબેન સંદિપ ઝાલા, તરૂણાબેન રાહુલ સોલંકી, શાંતીબેન રમેશભાઇ ટીમાણીયા, હંસાબેન જીવનભાઇ પાટણેશા અને સુધીર જગદીશભાઇ પાટણેશાને કુલ રૂ. 1680 સાથે ઝડપી લીધા હતા.

જયારે કે આદિત્યાણા ગામેથી સતીષ હીરાભાઇ મારૂ, અશ્વિન હરદાસભાઇ મકવાણા, નિખીલ ખીમાભાઇ શિંગરખીયા, યોગેશ જેઠાભાઇ મારૂ, રમેશ બીજલભાઇ ચુડાસમા, લાલા રાજુભાઇ કુંચીકલી અને દિલીપ લાખાભાઇ શીંગરખીયાને પોલીસે રૂ. 17150 સાથે ઝડપી લીધા હતા. જયારે કે રાણાવાવ તાલુકાના બારવાણનેશ પાસેથી રમેશ લખમણભાઇ મોરી, કાના ખીમા ગુરગુટીયા, નારણ માયાભાઇ મોરી, નિલેષ દિપકભાઇ કોડીયાતર, અશોક નવઘણભાઇ મોરી અને ભાવેશ નાથાભાઇ કોડીયાતર નામના શખ્સોને રૂ. 13150ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જયારે કે રાણાવાવ તાલુકાના જારેરાનેશ પાસેથી ખીમો ઉર્ફે લાલા અરજણભાઇ કોડીયાતર, સંજય રામાભાઇ મોરી, લખમણ ઠેબાભાઇ કોડીયાતર, અજા દાનાભાઇ મોરી, કાના ગોગનભાઇ મોરી, રાજુ રામાભાઇ કોડીયાતર, સરમણ રૂડાભાઇ મોરી અને કેશુ હીરાભાઇ મોરી નામના શખ્સોને પોલીસે રૂ. 10840 સાથે ઝડપી લીધા હતા. જયારે કે રાણાકંડોરણા ગામ પાસેથી દિલીપ પરસોતમ મકવાણા, વિપુલ નાથાભાઇ પરમાર અને રાજુ બચુભાઇ સાગઠીયાને પોલીસે રૂ. 10160 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે કે રાણાવાવ પાસેના ચારણીઆયુના મંદિર પાસેથી રામા લખમણ ગુરગુટીયા અને રામા ગલાભાઇ ગુરગુટીયાને પોલીસે રૂ. 10650 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જયારે કે રાણાકંડોરણા ગામમાં રાજુ મંગાભાઇ સોલંકી, હિતેષ શામજીભાઇ પરમાર, રવિ વેજાભાઇ વાળા, વનરાજભાઇ નાનજીભાઇ રાઠોડ અને કિરણ વિનોદભાઇ બલવાને પોલીસે રૂ. 7800 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે કે કુછડી ગામમાંથી ભરત છગનભાઇ ઓડેદરા, પ્રતાપ પોપટભાઇ સુત્રેજા અને રામા સુકાભાઇ કુછડીયાને પોલીસે રૂ. 2185 ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે આ શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલી કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...