તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસના દરોડા:પોરબંદરમાં 157 બોટલ દારૂ સાથે 3 શખ્સ ઝડપાયા

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કુલ 56175નો મુદ્દામાલ કબ્જે કર્યો

પોરબંદર જિલ્લા પોલીસે ગઇકાલે જિલ્લાના અલગ-અલગ ત્રણ સ્થળેથી 3 શખ્સોને ઇંગ્લીશ દારૂની 157 બોટલ સાથે ઝડપી લીધા હતા. જિલ્લા પોલીસે ખારવાવાડ વિસ્તારમાંથી પિન્ટુ કીશોરભાઇ શિયાળ નામના શખ્સને ઇંગ્લીશ દારૂની 1 બોટલ સાથે ઝડપી લીધો હતો.

જયારે કે પોરબંદર શહેરના કીર્તીમંદિર પાછળથી સુનીલ ઉર્ફે કાળો જાદવભાઇ જુંગીને ઇંગ્લીશ દારૂની 4 બોટલ સાથે ઝડપી લીધો હતો. પૂછપરછ દરમ્યાન સુનિલને આ દારૂ ધરમપુરના ભરત ડાયાભાઇ મોરીએ વેચાણ આપ્યો હોવાનું ખુલતા પોલીસે ભરત મોરીની શોધખોળ હાથ ધરી છે.

પોરબંદરના રાણાવાવ તાલુકાના બારવાણ નેસથી કાજાવદરી જતા રસ્તે આવેલ દડની સીમમાંથી મેરામણ ઉર્ફે સરમણ ભૂરાભાઇ મોરીને ઇંગ્લીશ દારૂની 152 બોટલ સાથે ઝડપી લીધો હતો તેમજ પોલીસની પૂછતાછમાં મેરામણે આ દારૂ પરબત મોરી નામના શખ્સ પાસેથી લીધો હોવાનું ખુલ્યું હતું. પોલીસે કુલ રૂ. 56715 નો મુદામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...