તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:પોરબંદરમાં 3 દર્દી કોરોના પોઝિટિવ, વધુ 2 દર્દી ડિસ્ચાર્જ

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 523 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરાતા 3 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં છાયામાંથી 63 વર્ષીય વૃદ્ધા અને 45 વર્ષીય પ્રૌઢ તેમજ વાડીપ્લોટ વિસ્તાર માંથી 72 વર્ષીય વૃદ્ધનો સમાવેશ થાય છે.

આમ પોરબંદર જિલ્લાનો કોરોના દર્દીનો કુલ આંકડો 931એ પહોંચ્યો છે. જ્યારે વધુ 2 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતા જિલ્લાનો કોરોના દર્દીનો ડિસ્ચાર્જ આંકડો 881એ પહોંચ્યો છે. હાલ 40 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 78644 કુલ ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો