તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પોરબંદરમાં 11 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટીવ, 60 દર્દી ડિસ્ચાર્જ, 1નું મોત, 161 એક્ટિવ

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં ગઈકાલની જેમ આજે પણ 11 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા છે જયારે કે 40 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને એકનું મોત થયું છે.પોરબંદરમાં જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 878 વ્યકિતઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 11 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે જેમાં પોરબંદરના ઝુંડાળા, છાંયા, સ્ટેશન રોડ, કડિયા પ્લોટ તથા બરડીયા ગામ તથા રાણાવાવ ગામમાં પણ કોરોનાના 17 વર્ષથી લઈ 73 વર્ષની ઉંમર સુધીના સ્ત્રી–પુરુષ દર્દીઓનો સમાવેશ થાય છે.

આમ, સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોનાના દર્દીઓનો કુલ આંકડો 3269 એ પહોંચ્યો છે. જયારે કે 60 દર્દીઓ કોરોના મુકત થતા ડિસ્ચાર્જ થયા છે. જિલ્લાનો કોરોના દર્દીઓ ડિસ્ચાર્જનો આંકડો 3023 એ પહોંચ્યો છે. 24 કલાકમાં એક દર્દીનું મોત થયું છે. હાલ જિલ્લામાં 161 કેસ એકટીવ છે. કોરોનાની કેસની સંખ્યામાં ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...