ગૌરવ:ફેસ ઓફ ગુજરાતમાં પોરબંદર શહેરની બાળકીએ મેદાન માર્યું

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરની 9 વર્ષની બાળકી ક્વિન બની

રાજકોટ ખાતે ફેસ ઓફ ગુજરાત કાર્યક્રમ યોજાયો હતો જેમા પોરબંદરની 9 વર્ષની બાળકીએ મેદાન મારી કવિન બની જિલ્લાનું નામ રોશન કર્યું છે. રાજકોટ ખાતે વુમન્સ કેર ક્લબ દ્વારા ફેસ ઓફ ગુજરાત ફેશન શો નું આયોજન થયું હતું. જેમાં ગુજરાતભરના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં પોરબંદરની જિયા મુકેશભાઈ નાંઢા નામની 9 વર્ષીય બાળકીએ ભાગ લીધો હતો. પોરબંદરની જિયાએ શોમાં પોતાનું પરફોર્મન્સ દેખાડી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. પોરબંદરની 9 વર્ષની જિયાએ કવિનનો તાજ મેળવ્યો છે. આ બાળકી કવિન થતા પોરબંદર જિલ્લાનું નામ રોશન કરતા બાળકીને ઠેર ઠેરથી શુભેરછા પાઠવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...