તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્વાનનો તરખાટ:પોરબંદરના પાતા ગામે હડકાયા શ્વાને 8 લોકોને હાથ, નાક અને માથામાં બચકાં ભર્યા

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શાંતિબેન કડછાને શ્વાને પગમાં બચકું ભર્યા બાદ નાકમાં બચકું ભરી લીધું હતું. - Divya Bhaskar
શાંતિબેન કડછાને શ્વાને પગમાં બચકું ભર્યા બાદ નાકમાં બચકું ભરી લીધું હતું.
  • ઈજાગ્રસ્ત 8 લોકોને સિવીલમાં સારવાર હેઠળ ખસેડાયા

પોરબંદરના માધવપૂર ગામ નજીક આવેલ પાતા ગામે હડકાયેલ શ્વાને આતંક મચાવ્યો હતો. શ્વાન હડકાયેલ થતા ગામ અને વાડી વિસ્તારમાં લોકો પાછળ બચકા ભરવા દોડ્યું હતું. આ શ્વાને 8 જેટલા લોકોને બચકા ભર્યા હતા. જેમાં પાતા ગામના શાંતિબેન કડછાને શ્વાને પગમાં બચકા ભર્યા બાદ નાકમાં બચકું ભરી લીધો હતો જ્યારે આ મહિલાના પતિ કારાભાઈ વાડીમાં આરામ કરતા હતા તે વખતે શ્વાને કારાભાઈના માથા અને હાથમાં બચકા ભરી લીધા હતા.

શ્વાને કારાભાઈના માથા અને હાથમાં બચકા ભરી લીધા.
શ્વાને કારાભાઈના માથા અને હાથમાં બચકા ભરી લીધા.

આ ઉપરાંત જોધાભાઈ મોહનભાઇ ઓડેદરા તેની દુકાને બેઠા હતા ત્યારે હડકાયેલ શ્વાને કૂદકો મારીને જોધાભાઈના હાથમાં બચકો ભરી લીધો હતો અને વાડી વિસ્તારમાં દેવીબેન ભીમા ઓડેદરા નામના મહિલા કપડા ધોતા હતા તે વખતે શ્વાને આ મહિલાના બાવડામા બચકો ભરી લીધો હતો. ઈંજાગ્રસ્ત લોકોને સારવાર માટે સિવિલમાં ખસેડયા હતા જ્યાં આ લોકોને ટાંકા લેવામાં આવ્યા હતા.

ઈંજાગ્રસ્ત લોકોએ જણાવ્યું હતું કે અમારા સિવાય હજુપણ 4 થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા છે જેઓ ઈંજાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલમાં આવી રહ્યા છે. આમ હડકાયેલ શ્વાને પાતા ગામના 8થી વધુને બચકા ભર્યા છે અને હજુ આ શ્વાન પકડાયો નથી જેથી બાળકો સહિતના લોકો શ્વાનથી ભય અનુભવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...