ટેક્નોલોજીના યુગની કમાલ:મોઢવાડાના ખેડૂતના ખાતામાં રૂા. 35 લાખ જમા થઇ જતા પોલીસમાં જાણ કરવી પડી

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકાઉન્ટ ખોલાવ્યા વિના ખાતામાં રૂપિયા જમા થયાનો મેસેજ આવ્યો
  • સાઇબર ક્રાઇમના બનાવોથી ચેતવા અપીલ
  • મોબાઇલમાં કોઇ પ્રકારની લીંક પર ક્લિક કરવું નહીં

પોરબંદર નજીક આવેલ મોઢવાડા ગામ ખાતે રહેતા ખેડૂતના ખાતામાં કોઈપણ કારણ વગર 35 લાખ રૂપિયા જમા થતાં તેણે પોલીસને જાણ કરી છે. અને આ અંગે કોંગ્રેસ દ્વારા વધતા જતાં સાઇબર ક્રાઇમના બનાવથી ચેતવા લોકોને અપીલ કરી છે. પોરબંદરના મોઢવાડા ગામ ખાતે રહેતા અને ખેતીકામ કરતા બાબુભાઈ બાલુભાઈ મોઢવાડિયા નામના ખેડૂતે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને ફરિયાદ અરજી કરી જણાવ્યું છે કે કેનેરા બેન્ક એકાઉન્ટના ખાતામાં 35,46,805 રૂપિયા જમા થયા છે.

તેના એકાઉન્ટ નંબર તથા લોન નંબર માંથી કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ આપેલ ન હોવા છતાં આ પ્રકારના મેસેજ આવ્યા છે. તેથી તેમણે પોતાનું એકાઉન્ટ સ્ટોપ કરવા જણાવ્યું છે. એના મોબાઈલમાં મેસેજ આવતા ખબર પડી કે કોઈ જગ્યાએ સહી કરી ન હોવા છતાં ૩૫ લાખથી વધુની રકમ જમા થઈ છે. આથી તેમણે પોલીસ તંત્ર, ઉપરાંત બેન્કના મેનેજરને લેખિત રજૂઆત કરી યોગ્ય કરવા જણાવ્યું છે.

પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ સેક્રેટરી રામદેવભાઈ મોઢવાડિયાએ પોરબંદર જીલ્લામાં આ પ્રકારના સાયબર ફ્રોડના બનાવોમાં ચોંકાવનારો ઉછાળો આવ્યો છે, તેથી લોકોને ચેતવા જણાવ્યું છે. અમુક પ્રકારની લિંક આવે છે અને તેને ક્લિક કરવાથી ઘણાં બેક એકાઉન્ટ સાફ થઈ જાય છે. જેથી અભણ અને ભોળા ખેડૂતોથી માંડીને ભણેલા-ગણેલા લોકો પણ આ રીતે છેતરવાનો ધંધો ફૂલ્યોફાલ્યો છે. જેથી સાઇબર ક્રાઇમના વધતા બનાવો સામે સાવચેત રહેવા રામદેવ ભાઈ મોઢવાડીયાએ લોકોને અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...