અકસ્માત:મોચા ગામે રાત્રીના સમયે બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત નિપજ્યું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુર ઝડપે બાઇક ચલાવતા ગોળાઇ પર બાઇક પરનો કાબુ ગુમાવ્યો હતો

પોરબંદર જિલ્લાના મોચા ગામે ગત બુધવારના રોજ રાત્રીના સમયે 2 યુવકો એક બાઇક પર પુર ઝડપે બાઇક ચલાવીને જતા હતા ત્યારે મોચા ગામ પાસે આવેલી ગોલાઇ પર બાઇક સ્લીપ થયું હતું અને આ બંને યુવકો સામેના સિમેન્ટના બ્લોક સાથે ધડાકાભેર અથડાયા હતા. જેમાં બાઇક ચાલક યુવકનું કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું જયારે અન્ય યુવકને ગંભીર ઇજાઓ થઇ હતી. મોચા ગામ નજીક ગત બુધવારના રોજ મધ્યરાત્રીના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

ગીર ગઢડા ના સનવાવ ગામે રહેતો ભૌતિક ભીખાભાઇ વાઘેલા અને વિપુલભાઇ ગણપતભાઇ કુડેચા નામના બે યુવાનો પોતાનું બાઇક નં. GJ-32-AB-0264 લઇને પુર ઝડપે બાઇક ચલાવીને જઇ રહ્યા હતા ત્યારે મોચા ગામના ગોલાઇ પર પહોંચતા તેમણે બાઇક પરનો કાબુ ગુમાવ્યો હતો અને તેમનું બાઇક સામે પુલના કામના સિમેન્ટ બ્લોક સાથે ધડાકાભેર અથડાયું હતું.

જેમાં બાઇક ચાલક ભૌતિક ભીખાભાઇ વાઘેલાનું દુ:ખદ મોત નિપજયું હતું જયારે કે વિપુલભાઇ ગણપતભાઇ કુડેચાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી અને અન્ય એક રવિભાઇ રમેશભાઇ સોલંકી નામના વ્યક્તિને પણ માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અંગે પોલીસમાં જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ માધવપુર પોલીસ સ્ટેશનના PSI એમ. એલ. પરમારે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...