ભાવનગર રેલ્વે ડિવીઝન હેઠળના 11 જિલ્લામાં ચાલતી ટ્રેન સેવામાં 95 ટીટીની શ્રેષ્ઠ કામગીરી બદલ એક માસમાં 1.08 કરોડની વસુલાત કરી છે. મે મહિનામાં ટિકીટ વિના મુસાફરી કરતા 14, 870 મુસાફરોની અટકાયત કરી દંડની વસુલાત કરવામાં આવી છે. જે અત્યાર સુધીની રેલ્વેના ટીટીની શ્રેષ્ઠ કામગીરી છે.
વિના ટિકિટ અને નિયમો વિરૂધ્ધ મુસાફરી કરતા યાત્રિયોને હતોત્સાહિત કરવા માટે ભાવનગર ડીવીઝનમાં સતત સઘન ટીકીટ ચેકીંગ અભિયાન ચલાવવામાં આવી રહી છે. જેના કારણે ભાવનગર ડીવીઝન દ્વારા ટીકીટ ચેકીંગની આવકમાં સતત નવા આયામો સ્થાપિત થઇ રહ્યા છે. મે, 2022 મહિનામાં નોંધપાત્ર સિદ્ધિ મેળવતા, ભાવનગર મંડળે ટિકિટ વિના/અનિયમિત ટિકિટ પર મુસાફરી કરતા 14,870 મુસાફરો પાસેથી ₹1,08,36,785 એકત્રિત કર્યા છે.
જે એક મહિનામાં ટિકિટ ચેકિંગની આવકના સંદર્ભમાં આ અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. અગાઉ, ભાવનગર મંડળે એપ્રિલ, 2022 મહિનામાં 11,912 મુસાફરો પાસેથી રૂ. 86,54,285 અને માર્ચ, 2022 મહિનામાં 9462 મુસાફરો પાસેથી રૂ. 61.39 લાખ વસૂલ્યા હતા.
ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા સઘન ટિકિટ ચકાસણી ઝુંબેશ
ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર નીલાદેવી ઝાલાની દેખરેખ હેઠળ ડિવિઝનના તમામ મુખ્ય ટિકિટ નિરીક્ષકો અને અન્ય ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા સઘન ટિકિટ ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેના કારણે જે મંડળે આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ડિવિઝનલ રેલવે મેનેજર, ભાવનગર ડિવિઝન મનોજ ગોયલે ટિકિટ ચેકિંગ સાથે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની તેમની રેકોર્ડ બ્રેકિંગ કામગીરી બદલ પ્રશંસા કરી હતી.
ભાવનગર ડિવીઝન હેઠળ 11 જિલ્લાનો સમાવેશ
ભાવનગર ડિવીઝન હેઠળ 11 જિલ્લાનો સમાવેશ થાય છે. જેમાં ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર - સોમનાથ, પોરબંદર, દેવભૂમી દ્વારકા, જામનગર, રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.
છેલ્લા 14 માસમાં ટિકીટ વિના 91,270 મુસાફરો ઝડપાયા
એપ્રિલ 2021 | 1555 |
મે - 2021 | 772 |
જૂન - 2021 | 1563 |
જુલાઇ - 2021 | 2753 |
ઓગસ્ટ - 2021 | 2646 |
સપ્ટેમ્બર- 2021 | 2733 |
ઓક્ટોબર - 2021 | 5292 |
નવેમ્બર - 2021 | 9213 |
ડિસેમ્બર - 2021 | 6216 |
જાન્યુઆરી - 2022 | 5321 |
ફેબ્રુઆરી - 2022 | 7500 |
માર્ચ - 2022 | 9462 |
એપ્રિલ - 2022 | 11912 |
મે - 2022 | 14870 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.