દુર્ઘટના:મહીયારી ગામે તેલમાં ભડકો થતા માતા-પુત્ર દાઝી ગયા, 1 વર્ષના પુત્રનું સારવાર દરમિયાન મોત

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના મહિયારી ગામે ગત તા. 14-05-2022 ના રોજ એક લગ્ન પ્રસંગ દરમિયાન તેલમાં ભડકો થતા માતા-પુત્ર દાઝી ગયા હતા અને સારવાર દરમિયાન 1 વર્ષના પુત્રનું દુ:ખદ મોત નિપજયું હતું.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર માણાવદર ગામે રહેતા રામભાઇ ગગનભાઇ ઓડેદરાના પત્ની હીરાબેન તથા તેમનો 1 વર્ષનો પુત્ર વિદિત તેના સાળાના ઘરે લગ્ન પ્રસંગે ગયા હતા. ગત તા. 14-05-2022 ના રોજ સવારના સમયે હીરાબેન ગેસના ચુલા પર રસોઇ બનાવતા હતા ત્યારે તપેલીમાં તેલ હતું અને તે તેલમાં ભડકો થતા માતા-પુત્ર બંને દાઝી ગયા હતા અને બંને માતા-પુત્રને સારવાર અર્થે જૂનાગઢની હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન તેમના 1 વર્ષના પુત્ર વિદિતનું દુ:ખદ મોત નિપજયું હતું.

અન્ય સમાચારો પણ છે...