અકસ્માત:માધવપુર ગામે બાઇક સાથે રીક્ષા અથડાતા બાઇક સળગ્યું

માધવપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાઇક બળીને ખાખ થઇ જતાં પોલીસમાં અરજી

પોરબંદરના માધવપુર ગામે પાર્ક કરેલા એક મોટરસાઇકલ સાથે છકડો રીક્ષા અથડાતા મોટરસાઇકલ સળગી ગયુ હતુ. આ બનાવ અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ, માધવપુરના માધવ શોપીંગ સેન્ટરમાં રેફ્રીજરેશનની દુકાન ધરાવતા મુકેશ રામશીભાઇ માવદીયાએ શોપીંગ સેન્ટરની બહાર પોતાનુ મો.સા. પાર્ક કર્યુ હતુ, ત્યારે મંડેર ગામના હરેશ લખમણભાઇ વાસણ નામના ચાલકની છકડો રીક્ષા નં.-જીજે૧૧ડબલ્યુ ૩૮૬૩ આ બાઇક સાથે અથડાતા બાઇક સળગી ઉઠ્યુ હતુ અને જોતજોતામાં બળીને ખાખ થઇ ગયુ હતુ.

ભરબજારમાં એકાએક બાઇક સળગી ઉઠતા આ દુર્ઘટના જોવા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. અને બાઇક સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયુ હોય, બાઇકના માલીક દ્રારા માધવપુર પોલીસમાં લેખીત અરજી કરતા પોલીસ દ્રારા આ દુર્ઘટનાની તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...