આવેદન:માધવપુરમાં મનરેગા યોજનાનો લાભ આપવા માંગ ઉઠી, આવેદન પાઠવાયું

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગરીબ અને મજૂર વર્ગના લોકોને વેઠવી પડતી પરેશાની સરકાર સમજે તે જરૂરી

માધવપુર ઘેડ ગામે મનરેગા યોજના લક્ષી રોજગાર આપવામાં આવે તેવી લેખીત માંગણી ગ્રામસભાના ઠરાવ સાથે રાખીને રાજયપાલ તથા મુખ્યમંત્રી ગાંધીનગર બહુજન મુકિત પાર્ટીના જિલ્લા ઉપાધ્યક્ષ કેશુભાઈ માવદીયાએ આવેદન પણ આપ્યું હતું. દૈનિક મજૂરી રૂ. ૩૦૦ કરી આપવામાં આવે એવી માંગ જનતાના હીતમાં કરવામાં આવતા પછાત, ગરીબ અને મજદુર વર્ગની જે મજદુરી મળે તો રોટલો ખાવા મળે એવી સ્થિતિમાં જીવતા મજૂર વર્ગના લોકોને રોજગાર ચાલુ કરવા લેખીતમાં આપી માંગણી કરી છે.

આજે કોરોના મહામારીની ભયાનક સ્થિતિ છે. એમા કારમી મોંઘવારી ફાટી નિકળેલ છે. તે ઉપરાંત ભારત સરકારથી એ ખરડો પસાર કરેલ રોજગાર ગેરંટી યોજના ર૦૦પ મુજબ ફરજિયાત છે તનો અમલ માધવપુર ઘેડ ગામે શું કામ કરવામાં આવતો નથી ? તેનું કારણ માધવપુર ઘેડ ગામે નેતાગીરી સાથે અને સ્વાર્થી આગેવાની સાથે નેતાગીરી કરનારોના કારણે માધવપુર ઘેડ ગામની સમસ્યાઓ ઘેરાયેલ છે. કર્મચારીઓને પગારથી વંચિત છે. રાજકીય લોકોને એના રોટલા કાઢવાનું રાજકારણ રમી રહયા છે અને વેપારીઓ બધો ખેલ જોયા કરે છે.

ત્યારે અશકત અસંગઠીત મજુર વર્ગની જનતા ગરીબીના ખપરમાં જીવે છે ત્યારે જેઓ જાગૃત થઈને જનહીતના વિકાસ, શાંતી અને સુખ સુવિધાઓ માટે લેખીત, મૌખિક રજુઆતો કરવામાં આવે છે તો તમામ ન્યાયના પ્રશ્નો ટલે ચડાવી દેવામાં આવતા મુખ્યમંત્રી અને રાજયપાલને આવેદનપત્ર આપવામાં આવેલ છે. તેનુ પણ કાંઈ કામ તો થયેલ નથી. પણ જવાબદાર તંત્ર જવાબ આપવામાં પણ બેદરકાર છે. કયાં છે લોકશાહી કયાં છે ? નિયમ કાયદાઓ જનતા જવાબ સાથે ન્યાય માંગે છે.

અન્ય સમાચારો પણ છે...