માહિતી:માધવપુરમાં પોલીસ દ્વારા કોવિડની SOP અંગે લોકોને માહિતગાર કરાયા

માધવપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SOP નું પાલન કરવામાં નહીં આવે તો દંડ પણ ફટકારાશે

માધવપુર ઘેડ ખાતે કોવિડ 19 ને લઈને PSI વી.આર.ચોસલા સાહેબ દ્વારા માસ ફરજિયાત પહેરોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા જાહેરમાં લોકોને સૂચના અપાઇ હતી અને SOP નું પાલન નહી કરવામાં આવે તો દંડ પણ ફટકારાશે તેમ જણાવવામાં આવ્યું હતું. માધવપુર ઘેડના મોટા જાપા વિસ્તારમા તમામ વેપારી ભાઈઓ તેમજ નાના મોટા ધંધાદારીઓને PSI વી. આર. ચોસલા સાહેબે આજરોજ બોલાવીને લોકોને કોવિડ-19 ના વધતા કેસોને લઈને સરકારશ્રીની ગાઇડલાઇનને લઈને લોકોને સૂચના આપવામા આવી હતી અને લોકો રિકવેસ્ટ કરાઇ હતી કે આપે સર્વે માસ્ક ફરજિયાત પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું. જેથી કરીને કોવિડ 19 ના વધતા કેસો ઉપર આપમેળે કંટ્રોલ મેળવી શકાય. માધવપુર PSI વી.આર.ચોસલા તેમજ સ્ટાફ દ્વારા મુખ્ય માર્ગો તેમજ બજારોમા લોકોને સૂચનાઓ અપાઇ હતી અને જે લોકો સૂચનાનું પાલન નહી કરે તેઓ સામે કાયદેસર ગુન્હો નોંધી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...