સર્વે:લોક ડાઉનમાં 17 ટકા વિદ્યાર્થીએ અન્ય વ્યક્તિની મદદ લઈ અભ્યાસ પૂરો કર્યો

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન શિક્ષણની પૂરતી સગવડ ન હોવાથી મદદ લેવી પડી

પોરબંદરમાં રોટરી ક્લબ અને કે એચ માધવાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમના ભાગરૂપે વિદ્યાર્થીઓના શિક્ષણ અંગે સર્વે હાથ ધર્યો હતો. જેમાં 52 જેટલાં વિદ્યાર્થીઓમાંથી 30 વિદ્યાર્થીઓ લોક ડાઉનના સમયમાં સમયનો સદુપયોગ કર્યો છે, અને 22 વિદ્યાર્થીઓએ લોકડાઉનના સમયમાં બહુ સારો ઉપયોગ કર્યો છે. 33 વિદ્યાર્થીઓએ લોકડાઉનના કારણે અભ્યાસ પર ખરાબ અસર થઈ છે તેવુ સર્વે દરમિયાન જણાવ્યું છે.લોકડાઉનના સમયમાં તેઓ કુટુંબના અન્ય સભ્યની વધુ નજીક આવ્યા છે, અને અડધા વિદ્યાર્થીઓનું માનવું છે કે લોકડાઉન થવાથી તેમને આનંદ થયો છે.

લોકડાઉન દરમિયાન પરીક્ષાઓ રદ કરાય તે અંગે 29 વિદ્યાર્થીઓએ યોગ્ય ગણાવ્યુ છે. અને 43 વિદ્યાર્થીઓએ પરીક્ષાઓ રદ ન કરવી જોઈએ તેવું જણાવ્યું છે. લોક લોક ડાઉનમાં વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયેલ સમય દરમિયાન અભ્યાસ સિવાય અન્ય પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો. ઓનલાઈન કે ઓફલાઈન શિક્ષણની પસંદગી અંગે 38 વિદ્યાર્થીઓએ ઓફલાઈન શિક્ષણ વધુ અનુકૂળ આવે તેવું જણાવ્યું છે. અને 35 વિદ્યાર્થીઓએ લોકડાઉનના સમયમાં ઘરમાં રહેવું ગમતું હોવાનું કહ્યું છે. ઉપરાંત નેટવર્કની સમસ્યાથી અન્ય મિત્રોને ત્યાં જય તેમની મદદથી ઓનલાઈન અભ્યાસ પૂર્ણ કર્યો હોવાનું પણ 17 ટકા વિદ્યાર્થીઓએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...