પોરબંદર જિલ્લાના રાણાવાવ શહેરની એક પરિણિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમનો પતિ, સાસુ, સસરા, દિયર, બે નણંદ તથા નણદોયા તેમને શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હતા. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર રાણાવાવની એક યુવતિના લગ્ન અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગરણી ગામે ગત તા. 17-05-2019 ના રોજ થયા હતા.
તેમના પતિ ધર્મેશભાઇ રવજીભાઇ સોહેલીયા તથા સાસરિયા રવજીભાઇ આલાભાઇ સોહેલીયા, મુકતાબેન રવજીભાઇ સોહેલીયા, આર્યનભાઇ ઉર્ફે લાલુ રવજીભાઇ સોહેલીયા, પ્રવિણાબેન રવજીભાઇ સોહેલીયા, શિલ્પાબેન રવજીભાઇ સોહેલીયા તથા કરણભાઇ હિંમતભાઇ રાઠોડ સહિતના સાસરીયા તેમના લગ્ન જીવન દરમિયાન યેનકેન પ્રકારે પરેશાન કરી ભુંડી ગાળો કાઢી અવાર નવાર શારીરિક તથા માનસીક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપીને દહેજની માંગણી કરતા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ તમામ સામે ગુન્હો નોંધી વધુ તપાસ રાણાવાવ પોલીસ સ્ટેશનના PSI પી. ડી. જાદવે હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.