તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:કુતિયાણામાં શિક્ષકોએ રૂ. 2.50 લાખ સહિત લોકોએ બે દિ'માં 4.50 લાખનો ફાળો આપ્યો

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેસ વેલ્ડીંગના કારીગરોએ ઓક્સિજનના સિલીન્ડર આપ્યા
  • આરોગ્ય કર્મચારીએ ઓક્સિજન ફલોમીટર બનાવ્યા

કુતિયાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેનુ સંકલન મામલતદાર એસ.જી. જાદવ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.એ.એસ.બાબરિયા કરી રહ્યા છે. કુતિયાણાના કોવીડ કેર સેન્ટરમાં દર્દીનુ ઓક્સિજન લેવલ ઘટી જાય તો તાત્કાલિક ઓક્સિજન તેમજ રેમડેસિવીર થી માંડીને તમામ પ્રકારની દવાઓની વ્યવસ્થા ઉભી કરી છે. સરકારી તબીબો અને પેરામેડિકલ સ્ટાફ રાઉન્ડ ધ કલોક દર્દીઓની સારવાર માટે તૈયાર કરાયા છે. મામલતદારએ જણાવ્યું હતું કે, હાલ 10 બેડ ઓક્સિજન સાથે ઉપલબ્ધ છે. જેમાં દર્દી સારવાર લઇ રહ્યા છે.

હજુ એકાદ દર્દી ઓક્સિજન વાળા આવે તો પણ વ્યવસ્થા થઈ જાય તેવી સ્થિતિ છે. ગેસ વેલ્ડીંગ કારીગરોએ ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે ગેસ સિલિન્ડર આપ્યા છે. આરોગ્ય કેન્દ્રના કર્મચારી અનીલ બોખતરિયાએ ઓક્સિજનના સિલિન્ડર પર ઓક્સિજન પ્રેશર માટે લગાડવામાં આવતું ફલોમીટરની અછત હોવાથી પોતાની કોઠાસુઝથી બનાવી વ્યવસ્થા કરતા દર્દીઓને રાહત થઇ હતી.

કુતિયાણાના શિક્ષક સંઘે આગળ આવીને એક જ દિવસમાં દર્દીઓની તાત્કાલિકની વ્યવસ્થાઓ માટે રૂપિયા 2.50 લાખનો ફાળો આપ્યો અને અન્ય આગેવાનો લોકોએ પણ ફાળો આપતા ટીમ પાસે રૂપિયા 4.50 લાખ જેવી રકમ થઈ જતા દર્દીઓને બધી જ વ્યવસ્થાઓ વિનામૂલ્યે મળે છે. આ દર્દીઓને બે ટાઈમ ફળોના જ્યૂસ, ચા-પાણી અને બે ટાઇમ જમવાનું આપવામાં આવે છે. જુદી જુદી દવાઓ જરૂર પડે મેડિકલ સ્ટોરમાંથી ખરીદીને દર્દીને વિનામૂલ્યે આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...