ખેલ મહાકુંભ:ખેલ મહાકુંભમાં એથ્લેટીકમાં યુવતીએ બે ગોલ્ડ મેડલ મેળવ્યા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિવૃત એએસઆઈએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો : વિજેતા ખેલાડીઓ સાથે કલેક્ટરે પરિસંવાદ કર્યો

11મા ખેલમહાકુંભમાં રમાયેલી રમતો પૈકી એથ્લેટીકમાં પોરબંદરનાં બગવદર ગામના મોઢવાડીયા પુનીતા બહેને રાજ્યકક્ષાએ વિજેતા બનીને ડબલ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. 11માં ખેલ મહાકુંભમાં તાલુકા, જિલ્લા, ઝોન તથા રાજ્યકક્ષાએ રમતવીરો ભાગ લઇને વિજેતા બની રહ્યા છે. પોરબંદરનાં જિલ્લા રમત સંકુલમાં રહેતા પુનીતા બહેને ડીસ્ક થ્રો અને શોટ થ્રો બન્ને ઇવેન્ટમાં મેદાન મારી ડબલ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. આ તકે પુનીતા બહેને જણાવ્યું કે, સરકાર દ્વારા સંચાલિત જિલ્લા રમત સંકુલમાં વિનામૂલ્યે રેહેવા, જમવાની ભણવાની તથા સ્પોર્ટસ માટેની તાલીમ પુરી પાડવામાં આવે છે.

રમત સંકુલમાં તાલીમ મેળવીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ ઉપરાંત 11માં ખેલ મહાકુંભમાં બાળકો, કિશોરો, યુવાનો સહિત 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો પણ વિવિધ રમતોમાં જોડાયા છે. ત્યારે પોરબંદરમાં રહેતા નિવૃત્ત એએસઆઈ ચાવડા ગોરધનભાઈએ પણ ખેલ મહાકુંભમાં ભાગ લઈને યોગમાં રાજ્ય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ પ્રસંગે ગોરધનભાઈએ ખેલ મહાકુંભથી કેટલાય 69 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને નિવૃત્તિમાં પ્રવૃત્તિ કરવાની તક મળે છે.

ખેલ મહાકુંભમાં વિજેતા બનેલા ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડાલિસ્ટ વિજેતાઓ સાથે કલેકટર અશોક શર્માએ સભાખંડ ખાતે પરિસંવાદ કર્યો હતો. જેમા રનર્સઅપ ટીમને પણ પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે કલેકટરે રમતવીરોને ખેલનું મહત્વ સમજાવી જણાવ્યું કે, ખેલ ક્ષેત્રે આગળ વધવા માટે પૌષ્ટિક‌ અને પૂરતો આહાર, રમતગમત શારિરીક માનસિક વિકાસ વગેરે મુદ્દા પર વિસ્તૃત માર્ગદર્શન આપી ખેલાડીઓને પ્રમાણપત્ર પાઠવી ભવિષ્યમાં વધુ આગળ વધો તેવી શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...