ખારવાવાડ વિસ્તારોમાં બ્લોક ઉખડી જતા રસ્તો બિસ્માર બન્યો છે જેથી માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બનતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પોરબંદરમા ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત કામગીરી પૂર્ણ થતાં ખોદકામ થયેલા રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું છે જેમાં આંતરિક ગલીઓમા બ્લોક પાથરવામાં આવ્યા છે. ત્યારે ખારવાવાડ વિસ્તારમાં વિવિધ આંતરિક ગલીઓમાં પાથરેલ બ્લોકો ઉખડી જવાની ફરિયાદો ઉઠી રહી છે.
ખારવાવાડ વિસ્તારમાં પંચહાટડી સહિતના વિસ્તારોમાં બ્લોક ઉખડી ગયા છે અને બ્લોકમાં પાણી ભરાઈ છે. બ્લોક ઉખડી જતા માર્ગ બિસ્માર બન્યો છે જેથી ઉબડ ખાબડ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોએ રોષભેર જણાવ્યું હતુંકે, મોટાભાગની ગલીઓમાં બ્લોક ઉખડી ગયા છે જેથી સ્થાનિકોને તથા વાહન ચાલકોને પસાર થવામાં હાલાકી પડી રહી છે.
વધુમાં આ બ્લોકો ઉખડી જતા વૃદ્ધો તેમજ બાળકો ખાબકી જાય છે. ભૂગર્ભ ગટર છલકાતા પાણી ઉખડેલા બ્લોકમાં ભરાઈ જાય છે. કેટલાક સ્થળોએ બ્લોક ઉખડી જતા તેમાં લોકો પડી ન જાય તે માટે પથ્થર મુકવામાં આવ્યા છે. આથી સ્થાનિકોને હાલાકી વેઠવી પડે છે જેથી આ બ્લોકનું તાકીદે સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.