ઘેડ વિસ્તારમાં ધૂળેટી પર્વની અનોખી ઉજવણી:કડેગી ગામે ભાઇચારાની ભાવનાથી લોકો એકબીજાને છાણા મારી કરે છે ઉજવણી, લગભગ 150 વર્ષ જૂની પરંપરાને આજે પણ જીવંત

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિવિધતાથી ભરેલા આપણા દેશમાં દરેક તહેવારોની ઉજવણી પણ વિવિધતા સભર કરવામાં આવતી હોય છે. ત્યારે પોરબંદર સહિત દેશભરમાં આજે રંગોના પર્વ હોળી-ધૂળેટીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં લોકો અબીલ-ગુલાલ અને કલર વડે એકબીજા પર છાંટીને ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે.

એકબીજા પર છુટા હાથે છાણાંનો ઘા કરાય છે
ઘુળેટીના પર્વ પર રંગોથી તો સૌ કોઈ રમે જ છે પરંતુ પોરબંદર જિલ્લામાં ધૂળેટી રમવાની નોખી-અનોખી પરંપરા પણ જોવા મળે છે. જેમાં પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં આવેલા કડેગી ગામોમાં ધૂળેટીના પર્વ પર ગ્રામજનો દ્વારા એકબીજાને છાણાં મારી અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. ધુળેટીના દિવસે ગામના ચોરા ખાતે સૌ ગ્રામજનો એકઠા થાઈ છે, ત્યારે ઢોલ અને શરળાઈના તાલે લોકોના ટોળા વચ્ચે બંને બાજુ છાંણાનો ઢગલો કરવામા આવે છે. જે છાંણાના ઢગલામાંથી બંને બાજુ ઉભેલા એક-એક વ્યક્તિ હાથમાં છાંણા લઈને એકબીજા પર છુટા હાથે ઘા કરે છે. એક હાથમાં છાણાને રક્ષણ માટે રાખવામા આવે છે. જેથી કરીને સામેથી આવતા છાંણાના ઘાને ઝીલી શકાય. જ્યારે બીજા હાથે સામે ઉભેલા વ્યક્તિ પર છાંણાને ફેંકવામા આવે છે.

150 વર્ષ કરતા વધારે સમયથી ચાલી આવતી પરંપરા
ગામના નાના મોટા સૌ કોઈ ઉંમરના લોકો ઉત્હાભેર એકબીજાને છાણાં મારવાની આ રમત રમતા જોવા મળે છે. છાંણા મારવાની આ રમતની અહીંના ગ્રામજનોમાં એવી માન્યતા છે કે, આ છાણાં મારવાની રમતથી ભાઇચારાની ભાવના વધે છે અને ગામમાં સંપ જળવાઈ રહે છે. ગ્રામજનો દ્વારા જણાવ્યા મુજબ અંદાજીત 150 વર્ષ કરતા વધારે સમયથી કડેગીના ગ્રામજનો દ્વારા આ છાંણા મારવાની પરંપરાને જાળવી રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...