કામગીરી:ગુજરાતભરમાં દારૂ બંધી માત્ર નામની, જિલ્લામાં 24 કલાકમાં દારૂના 21 કેસ નોંધાયા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 શખ્સ નશો કરેલી હાલતમાં ઝડપાયા

પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં દારૂ અંગેના 21 કેસ નોંધાયા છે, 62 લીટર દેશી દારૂ મળી આવ્યો છે તેમજ 8 શખ્સો નશો કરેલી હાલતમાં ઝડપાયા છે. ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની બની રહી હોય તેવું સાબીત થઇ રહ્યું છે. જિલ્લામાં દેશી અને વિદેશી દારૂનું બેફામ વેચાણ થઇ રહ્યું છે.

જિલ્લાભરમાંથી દારૂની દુષણ ડામવા પોલીસે કમર કસી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 21 જેટલા ગુન્હા નોંધવામાં આવ્યા છે. જેમાંથી 8 જેટલા શખ્સો નશો કરેલી હાલતમાં જડી આવ્યા છે તેમજ 13 જેટલા સ્થળોએથી 62 લીટર દેશી દારૂ મળી આવતા આ દારૂનો જથ્થો કબ્જે કરાયો હતો. જિલ્લાભરમાં દારૂનું દુષણ વધ્યું છે ત્યારે પોલીસ દ્વારા રાત્રીના સમયે સઘન પેટ્રોલીંગ કરી દારૂની બદી દૂર કરવા વધુ પ્રયાસ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...