તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કાળ:પોરબંદરમાં ધર્મશાળાઓ બંધ રહેતા પર્યટકો વધુ રૂપિયા ચૂકવી હોટલમાં રહેવા મજબૂર બન્યા

પોરબંદર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર્થિક રીતે નબળા મુસાફરોને મોંધા ભાવની હોટલોમાં મુકામ કરવો પડી રહ્યો છે

પોરબંદરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અપાયેલા લોકડાઉન દરમ્યાન બંધ કરી દેવામાં આવેલી હોટલો તો ફરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ધર્મશાળાઓ હજુ બંધ હોવાથી આર્થિક રીતે નબળા મુસાફરોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. પોરબંદરમાં અનલોકના સમયગાળામાં સરકાર દ્વારા હોટલો ખોલી દેવાની છૂટ આપી દેવાયા બાદ ઘણા સમયથી પોરબંદરની મોટાભાગની હોટલો હોટલ સંચાલકો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ પોરબંદરમાં આવેલી મુખ્ય બે ધર્મશાળાઓ જેમાં એક રેલ્વે સ્ટેશન પાસે આવેલી ધર્મશાળા અને અન્ય એક એમજી રોડ પર આવેલી ગોપાલજી કાનજી ધર્મશાળા શરૂ કરવામાં આવી ન હોવાને લીધે આ બન્ને ધર્મશાળાઓમાં ઉતરતા આર્થિક રીતે નબળા ઉતારૂઓને ફરીજીયાત મોંધાભાવની હોટલો ભાડે રાખીને રોકાવવાની વ્યવસ્થા કરવી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...