રજૂઆત:સિવીલમાં એકજ પરિવારના સભ્યો ફરજ બજાવે છે : રાવ

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય મંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરાઇ

પોરબંદરના સામાજિક કાર્યકર રમેશભાઈ ઓડેદરાએ આરોગ્ય મંત્રી તથા આરોગ્ય કમિશ્નરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે, શહેરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં એકજ પરિવારના સભ્યો ફરજ બજાવતાં હોય તેવો કિસ્સો ધ્યાને આવ્યો છે.

જેમાં એક ઇન્ચાર્જ મહિલા અધિકારી ફરજ બજાવે છે અને તેમના પતિ સહિત આ મહિલાના પરિવારજનો પણ ફરજ બજાવે છે, આ રીતે સમગ્ર આખી હોસ્પિટલનું સંચાલન એકજ પરિવારના હાથમાંજ રહેલું છે જે આશ્ચર્ય પમાડે છે.

​​​​​​​પોતાના જ સભ્યોની ભરતી કરવી તે કયા કાયદાને આધિન ભરતી કરેલ છે. સરકારની હોસ્પિટલ તેમના હસ્તક કરીને ફરજ બજાવે છે અને પોતાની મનમાની કરે છે. મહિલા અધિકારીનો પરિવાર એકજ જગ્યા પર એક જ ક્ષેત્રમાં ફરજ બજાવતાં હોય કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...