દેવભૂમી દ્વારકા જિલ્લાના ચંદ્રાવાડા ગામે રહેતા વેજીબેન દેવાભાઇ કારાવદરાના પતિનું અવસાન થઇ ગયેલ હોય અને વેજીબેન પોતાની દિકરી સાથે રહેતા હોય અને પોતાના પર થયેલ કર્જ ચુકવવા માટે પોતાની જમીન વેચવા માંગતા હોય અને તેમના પતિનો મોટોભાઇ આ જમીન વેચવાની ના પાડતા વેજીબેનને લાગી આવતા તેમણે ગઇકાલે બપોરના સમયે ખડમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી.
જયારે કે પોરબંદર શહેરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા કમળાબેન અરવિંદભાઇ ચૌહાણ નામની મહિલાને તેના પતિ સાથે બોલાચાલી થતા તેને લાગી આવતા તેણે ગત તા. 11-05-2022 ના રોજ રાત્રીના સમયે પોતાની મેળે ફિનાઇલ પી લીધું હતું. આ બંને બનાવોની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે જાણવાજોગ દાખલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.