પોરબંદરથી કેનેડા ફેમિલી ટુર પર ગયેલ મહિલા તબીબે માતૃભૂમિને યાદ કરી મધર્સ ડે ની ઉજવણી કરી હતી. જનની ની જોડ સખી નહિ જડે રે લોલ.... અને મહા હેત વાળી દયાળી જ માં તું.... જેવી કવિતાઓ આજે પણ લોકોને કંઠસ્થ હોય છે. પોરબંદરના મહિલા તબીબ અને ગુજરાત રાજ્ય નશાબંધી ખાતાના ચેર પર્શન ડો. ચેતનાબેન તિવારી ફેમિલી ટૂર પર કેનેડા ગયા હતા.
કેનેડા બ્રિટિશ કોલમ્બિયાના બર્નબી ખાતે મધર્સ ડે કાર્યક્રમ યોજાયો હતો જેમા ડો. ચેતનાબેન તિવારીએ ઉપસ્થિત રહી પોતાની માતૃભૂમિ ભારતની સંસ્કૃતિ ને વર્ણવી હતી અને ભારતમાતાને યાદ કરી પરદેશની ભૂમિ પર ત્યાં વસતા ગુજરાતીઓ અને ખાસ કરીને બાળકોને માતા અંગેની કવિતાઓ ગાઈ અને બાળકોને માતા પ્રત્યેની પોતાની ફરજ અને સમજણ આપી હતી.
પરદેશમાં વસતા ગુજરાતીઓ સાથે મધર્સ ડે ની ઉજવણી કરી હતી અને માતા પ્રત્યેની માતૃભાષામાં કવિતા ગાઈ હતી. આ પ્રસંગે વિદેશી લોકો પણ મધર્સ ડે ની ઉજવણીમાં જોડાયા હતા. વિદેશમાં વસતા ગુજરાતીઓ અને બાળકોએ માતા અંગેની કવિતાઓ સ્ટેજ પર રજૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.