વેક્સિન કામગીરી:બિલેશ્વર અને ખાગેશ્રી ગ્રામ્ય વિસ્તારના નેશમાં 5400 લોકો રસી લેવા તૈયાર નથી

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગની ટીમ સમજ આપવા ગઇ અને લોકોએ કહ્યું રોગપ્રતિકારક શક્તિ સારી છે એટલે રસીની જરૂર નથી

કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન કામગીરી હાથ ધરાઈ છે ત્યારે રોગપ્રતિકારક શક્તિ સારી છે એટલે રસીની જરૂર નથી તેવું કહી બીલેશ્વર અને ખાગેશ્રી ગામના નેશમાં કુલ 5400 લોકો રસી લેવા તૈયાર થયા નથી તેવું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

પોરબંદર જિલ્લામાં વેક્સિન આપવાની કામગીરીને વેગવંતી બનવવામાં આવી છે અને જિલ્લામાં વિવિધ કેન્દ્ર ખાતે વેક્સિન કેમ્પ યોજાય છે. ત્યારે પોરબંદર જિલ્લામાં હેલ્થ વર્કરો, ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિન આપ્યા બાદ હાલ 45થી વધુ વય ધરાવનાર લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે અને વેક્સિનની કોઈ ગંભીર આડ અસર નથી તેમજ વેક્સિન લેવા માટે લોકો તૈયાર થાય તે માટે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે આમ છતાં રાણાવાવ તાલુકાના બીલેશ્વર અને કુતિયાણાના ખાગેશ્રી ગ્રામ્ય વિસ્તારોના તેમજ નેશ વિસ્તારના લોકોમા વેક્સિન અંગે જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે.

આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના લોકો એવું જણાવે છે કે અમારી રોગ પ્રતિકારક શક્તિ ખૂબ સારી છે એટલે અમારે રસી લેવાની જરૂર નથી. અહીંના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વેક્સિન અંગેની સમજ આપવા છતાં બન્ને ગામના કુલ 5400 લોકો રસી લેવા તૈયાર નથી. જેમાં બીલેશ્વર ગામ અને નેશ વિસ્તારમાંથી 7028 લોકો માંથી 55 ટકા લોકોએ જ રસી મુકાવી છે. 3200 લોકો રસી લેવા તૈયાર થયા નથી જ્યારે ખાગેશ્રી ગામ અને આસપાસના નેશ માંથી 6724 લોકો માંથી 66 ટકા લોકોએ રસી મુકાવી છે. અને 2200 લોકો રસી લેવા તૈયાર નથી થયા તેવું આરોગ્ય અધિકારી કવિતાબેન દવેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...