હુમલો:ભડ ગામે યુવક અને મહિલા પર 6 શખ્સોનો છરીથી હુમલો, યુવકે પ્રેમલગ્ન કર્યા હોય તેનું મનદુ:ખ રાખીને હુમલો કર્યો

પોરબંદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભડ ગામે 1 યુવક અને 1 મહિલા પર હુમલો 6 શખ્સોએ લાકડી, લોખંડના પાઇપ તથા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ વિગત અનુસાર ભડ ગામના યુવકે પ્રેમલગ્ન કર્યા હોય તેનું મનદુ:ખ રાખીને કન્યાના કુટુંબીજનોએ હુમલો કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર જિલ્લાના ભડ ગામે રહેતા હરીશભાઇ દેવાયતભાઇ રાઠોડ નામના યુવકે પોતાના જ ગામની એક યુવતિ સાથે પ્રેમલગ્ન કર્યા હોય અને તે યુવતિના કુટુંબીજનો રામાભાઇ હમીરભાઇ, અરજન ઉર્ફે શકુની કારાભાઇ, ઝાંઝાભાઇ પરબતભાઇ સોલંકી, પરબત નાથાભાઇ સોલંકી, લીલાભાઇ પરબતભાઇ સોલંકી અને માલદે કારાભાઇ ને આ પ્રેમલગ્ન મંજૂર નહોતા.

તેઓએ ગત તા. 06-05-2022 ના રોજ સવારે 10.00 કલાકે ભડ ગામના બસ સ્ટેન્ડ પાસે લાકડી, લોખંડના પાઇપ તથા છરી વડે હરીશભાઇ તથા સાહેદ હંસાબેન રમેશભાઇ પર હુમલો કરીને ગંભીર ઇજાઓ કરી હતી. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે તમામ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ નવીબંદર પોલીસ સ્ટેશનના PSI એમ. એલ. પરમારે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...