લોકોમાં ભય:બરડા વિસ્તારમાં ફરી દીપડાના આંટાફેરા, ભાવપરા ગામે બે દિવસ પેલા બકરીનું મારણ કર્યું હતુ, પાંજરૂ મૂકી પાંજરે પુરવા માંગ

ભાવપરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના બરડા પંથકમાં વિસાવાડા નજીક ચાર પાંચ દિવસ પહેલા દીપડો દેખાયા બાંદ વનવિભાગે પાંજરું મૂકી આ દીપડાને પકડી પડયાની ઘટના હજુ તાજી છે, ત્યાં પોરબંદરના બરડા વિસ્તારમાં ફરી દીપડાએ દેખા દીધા હતા, અને ભાવપરા ગામે બે દિવસ પેલા બકરી નું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. છેલ્લા ઘણા સમય થી પોરબંદરના બરડા પંથકના ગ્રામ્ય પંથકોમાં દીપડાના આટાફેરા વધી ગયા છે, જેને લઈને લોકોમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે, પોરબંદર ની દરિયા પટ્ટી પાર કુછડી થી લઈને મિયાણી સુધીના વિસ્તારમાં આંટાફેરા વધી ગયા છે

જેને લઈને આ વીસ્તારના ગામડાઓમાં અને ખાસ કરીને વળી વિસ્તારમાં રહેતા લોકો દીપડાના આતંકથી ફફડી રહયા છે. હજુ 4- 5 દિવસ પહેલા જે વિસાવાળા ગામ સહિત ના વિસ્તારોમાં એક દીપડાએ દેખા દીધા હતા, અને તે અંગે ગ્રામજનોએ રજુવાત કરતા વનવિભાગ દ્વારા આ દીપડાને ઝબ્બે કરવા પાંજરું મુકવા આવ્યું હતું અને બીજા દીવસે આ દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો કર્યો હતો, ત્યારે ફરી હાલ અન્ય એક દીપડાએ દેખા દઈ બે દિવસ પહેલા ભાવપરા ગામે એક બકરી નું મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે, આ વિસ્તારમાં આ દીપડાના ફૂટપ્રિન્ટ પણ જોવા મળ્યા હતા, જેથી લોકોમાં ફરી ફફડાટ ફેલાયો છે. ત્યારે વન વિભાગ દ્વારા તત્કાલીક પાંજરું મુકવામાં આવે તેવી આ વિસ્તારના લોકોમા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...