તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બળેજ ગામે 2થી વધુ શખ્સોએ સરકારી જમીનમાં ખોદકામ કરી 2 કરોડથી વધુની ખનીજ ચોરી કરી

પોરબંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત માઇન્સ એન્ડ મીનરલ્સ એકટ ગુજરાત મિનરલ્સ નિયમો 2017 નિયમની જોગવાઇ મુજબ ગુનો નોંધાયો
  • ખનીજ ચોરી અટકાવવા જતા ખાણ ખનીજના કર્મીઓની ફરજમાં રૂકાવટ કરી, ધમકી આપી

બળેજ ગામે 2થી વધુ શખ્સોએ સરકારી જમીનમાં ખોદકામ કરી રૂ. 2 કરોડથી વધુની ખનીજ ચોરી કરી છે અને ખાણખનીજ કર્મીઓએ આ ખનીજ ચોરી અટકાવવા જતા ખનીજ કર્મીઓની ફરજમાં રુકાવટ કરી શખ્સોએ લાકડીથી માર મારવાની ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ થઈ છે.

પોરબંદરના માઇન્સ સુપરવાઈઝર વિનય બી. ડોડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં નાગા હરદાસ દાસા અને લખમણ હરદાસ દાસા તેમજ અન્ય અજાણ્યા શખ્સોએ બળેજ ગામે સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઈમ સ્ટોનનું અનઅધિકૃત ખોદકામ કરી કુલ રૂ. 2,27,76,752 ની ખનીજ ચોરી કરી છે જે ચોરી અટકાવવા જતા ખાણ ખાણીજના કર્મીઓની ફરજમાં રુકાવટ કરી આ શખ્સોએ લાકડીથી માર મારવાની ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે આ શખ્સો સામે ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ માધવપુરના પીએસઆઇ એચ.બી. ધાંધલ્યા ચલાવી રહ્યા છે. આ શખ્સો વિરુદ્ધ ગુજરાત માઇન્સ એન્ડ મીનરલ્સ એકટ ગુજરાત મિનરલ્સ નિયમો 2017 નિયમની જોગવાઇઓ મુજબ ગુન્હો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...