વિવાદ:બખરલા ગામે 1 ખેડૂતને 4 શખ્સોએ માર માર્યો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુલના નાળામાં માટી નાખવા બાબતે માથાકૂટ થઇ

પોરબંદર જીલ્લાના બખરલા ગામે વાડીએ જવાના રસ્તા પર વોકળા પરના પુલના નાળામાં માટી નાખવા મુદ્દે માથાકૂટ થતા તે ગામના ખેડૂતને 4 શખ્સોએ માર માર્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર બખરલા ગામની ખારવા સીમ વિસ્તારમાં રહેતા હિતેશભાઇ નાથાભાઇ ઓડેદરાના વાડીએ જવાના રસ્તામાં આવેલ વોકળા પરના પુલના નાળામાં માટી નાખીને બંધ કરી દીધેલ જે માટી હિતેશભાઇએ હટાવી લેવાનું કહેતા ચનાભાઇ રાણાભાઇ ખુંટી નામના શખ્સે કહ્યું હતું કે માટી હટાવવાની નથી થાય તેમ કરી લેવાનું કહેતા હિતેશભાઇ અને સાહેદ માટી હટાવતા હતા.

ત્યારે ચનાભાઇ ખુંટી, દેવાભાઇ રાણાભાઇ ખુંટી, કેશુ ચનાભાઇ ખુંટી, લખુ દેવાભાઇ ખુંટી ત્યાં આવીને હિતેશભાઇને જેમફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા અને હિતેશભાઇને લાકડી તથા ઢીકાપાટુનો માર માર્યો હતો તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે ચારેય શખ્સો સામે ગુન્હો નોંધીને વધુ તપાસ બગવદર પોલીસ સ્ટેશનના PSI એચ. સી. ગોહીલે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...