તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:બગવદર ગામે 2 શખ્સે અગમ્ય કારણોસર સસરા-વહુને માર માર્યો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોખંડના પાઇપના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ

પોરબંદર જિલ્લાના બગવદર ગામના ગાંગડી વાડી વિસ્તારમાં રહેતા ભરતભાઇ ભીમાભાઇ ખીસ્તરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સાંજના સમયે તે જ વિસ્તારના લાખાભાઇ અરજનભાઇ ખીસ્તરીયા અને અરશીભાઇ અરજનભાઇ ખીસ્તરીયા નામના બે શખ્સો ભરતભાઇની વાડીએ આવ્યા હતા અને અગમ્ય કારણોસર ભૂંડીગાળો કાઢી હતી.

તેમજ લાખાભાઇએ ભરતભાઇના પત્નિને લાકડાના ધોકાનો ઘા માર્યો હતો અને અરશીભાઇએ ભરતભાઇના પિતાને લોખંડના પાઇપનો ઘા મારી નીચે પાડી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ બગવદર પોલીસ સ્ટેશનના ASI કે. એલ. બળેજાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...