અકસ્માત:આદિત્યાણામાં અજાણ્યા કાર ચાલકે વૃદ્ધાને હડફેટે લેતાં ઇજા

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર ચાલક અકસ્માત સર્જી​​​​​​​ નાસી છૂટ્યો

આદિત્યાણામાં અજાણ્યા કાર ચાલકે વૃદ્ધાને હડફેટે લેતાં ઇજા પહોંચી હતી. આદિત્યાણા ગામે રહેતા સુધીર લખુભાઇ શિંગરખીયા નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તારીખ 13-12-2021 ના રોજ સાંજના સમયે એક મોટર કાર નંબર GJ-25-J-8179 એ તેના દાદીમાં કારીબેન પરબતભાઇ શિંગરખીયાને હડફેટે લેતા તેના જમણા પગે ફ્રેકચર તથા છોલાણ જેવી ઇજાઓ કરીને કાર ચાલક નાસી છૂટયો હતો. આ અંગે પોલીસે કાર ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ રાણાવાવ પોલીસ સ્ટેશનના હે.કો. એસ. આર. કરગીયાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...