પોલીસ ફરિયાદ:પોરબંદરમાં નજીવી બાબતે 4 શખ્સોએ 3 યુવાનોને માર માર્યો

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાકડાના ધોકા વડે ઘરની ડેલી તોડી નાખી

પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં ગત તા. 31 મે ના રોજ સાંજના સમયે 4 શખ્સોએ તે જ વિસ્તારમાં રહેતા યુવક તથા સાહેદોના ઘરે જઇને માર માર્યો હતો અને લાકડાના ધોકા ઘરની ડેલીમાં મારીને ડેલી તોડી નાખી હતી.

પોરબંદરના કડિયા પ્લોટમાં રહેતા અરવિંદભાઇ રામભાઇ વેગડાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો દિકરો શિવમ અગાઉ મોટર સાયકલ સ્પીડમાં ચલાવીને નીકળતો હોય તે લતામાં રહેતા બીપીનભાઇ ઉર્ફે ખોડીયો ગોવિંદભાઇ રાઠોડ, કમલેશ હીરાભાઇ મકવાણા, જયદીપ ઉર્ફે ભદો મધુભાઇ પરમાર અને રવી ઉર્ફે રવ્યો રમેશભાઇએ ગત તા. 31 મે ના રોજ સાંજના સમયે અરવિંદભાઇના ઘરે જઇને ભુંડી ગાળો બોલીને અરવિંદભાઇને તથા તેના દિકરા શિવમ તથા દિપેશને ધોકાથી તથા ઢીકાપાટુનો માર માર્યો હતો

તથા ઘરની ડેલીમાં ધોકા પછાડીને ડેલી તોડી નાખીને રૂ. 1000 નું નુકસાન કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશનના ASI જી. એમ. ડાભીએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...