કામગીરી:2022માં 508 જેટલા પીડીત મહિલાઓને 181 ટીમ દ્વારા ઘટના સ્થળ ઉપર મદદ પહોચાડવામાં આવી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 225 કિસ્સાઓમાં પીડિતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન સુધી લઈ જવાની કામગીરી કરી

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્રારા કાર્યાન્વિત અને ઈ. એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલિત એક અભિનવ હેલ્પલાઇન તરીકે અભયમ 181 મહિલા હેલ્પલાઇન લાઇન પિડીત મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થીનીઓ, અને સીનીયર સિટીઝન મહિલાઓ માટે આશીર્વાદ સમાન છે.

અભયમ હેલ્પલાઇન 24 કલાક વિનામૂલ્યે સેવાઓ પુરી પાડી રહી છે. મહિલાઓ પર થતા શારીરિક, માનસિક, જાતિય અત્યાચાર સહિત ઘરેલું હિંસા સહિત ના કિસ્સાઓ, કામ નાં સ્થળે જાતિય સતામણી, લગ્નજીવનના વિખવાદો, લગ્નેતર સંબંધ, મનોરોગી મહિલાઓની સમસ્યાઓ, બાળ જન્મ, બાળ લગ્ન, બિન જરુરી ફોન કોલ-મેસેજ થી હેરાનગતિ, મહિલાને મિલકતમાં ભાગીદારી, છેડતી, સાયબર ક્રાઇમ, અપહરણ, બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સાઓમા મદદરૂપ બને છે.

પીડિત મહિલાઓનું કાઉન્સિલિંગ દ્વારા વિખરાતા પરિવારને બચાવવા, મનોરોગી મહિલાઓને પરિવાર સાથે મિલન કે સુરક્ષિત આશ્રય અપાવવો, આત્મહત્યાના વિચારોમાંથી મુક્તિ નાં કેસ મા 181 ટીમ સેવાઓ પહોચાડી રહી છે. વર્ષ 2022માં પોરબંદર 181અભયમ હેલ્પલાઇન દ્વારા 508 પીડિત મહિલાઓને ઘટના સ્થળ પર જ મદદ પહોચાડવામાં આવી હતી.

જેમાંથી 275 જેટલા કિસ્સાઓમાં કુશળ કાઉન્સિલિંગ દ્વારા સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં આવેલ અને અન્ય 225 કિસ્સાઓમાં પીડિતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિત મહિલાઓને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન,મહિલા સહાયતા કેન્દ્ર,સખી વન સ્ટોપ સેન્ટર વગેરે મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જવામાં આવેલ છે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...