મતદાન:2 બેઠક પર પોલિંગ કર્મીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસ સુધી બેલેટ પેપર દ્વારા મતદાનનું આયોજન, મતદાન પૂર્વે કર્મીઓને ચૂંટણી ફરજ અંગેની તાલીમ અપાઈ

પોરબંદર અને કુતિયાણા વિધાનસભાની 2 બેઠક પર પોલિંગ કર્મીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું છે. ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. મતદાન પૂર્વે કર્મીઓને ચૂંટણી ફરજ અંગેની તાલીમ અપાઈ હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી અનુસંધાને 83 પોરબંદર અને 84 કુતિયાણા બેઠક માટે ગઇકાલે ગુરુવારે પોલિંગ કર્મીઓ માટે બેલેટ પેપર દ્વારા મતદાન અંગેનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાની ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તેવા કર્મીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે તેમનું બેલેટ પેપરથી મતદાન કરાવવામાં આવે છે.

ત્યારે ગુરુવારે 83 પોરબંદર અને 84 કુતિયાણા વિધાનસભાની બેઠક માટે પોલિંગ કર્મીઓને બેલેટ પેપરથી મતદાન માટે પોરબંદરની માધવાણી કોલેજ તથા જવાહર નવોદય વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. મતદાન પૂર્વે પોલિંગ કર્મીઓને ચૂંટણી ફરજ અંગેની તાલીમ આપવામાં આવી હતી. પોલિંગ કર્મીઓ માટે કુલ ત્રણ દિવસ સુધી બેલેટ પેપર દ્વારા મતદાન અંગેનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુરુવારે કેટલા કર્મીએ મતદાન કર્યું?
ગુરુવારે 83 પોરબંદર વિધાનસભાની બેઠક માટે 194 પોલિંગ સ્ટાફ દ્વારા બેલેટ થી મતદાન કર્યું હતું જ્યારે 84 કુતિયાણા વિધાનસભા બેઠક માટે 97 પોલિંગ સ્ટાફ દ્વારા બેલેટ પેપરથી મતદાન કર્યું હતું.

મથક પર તબીબી સેવા ઉપલબ્ધ
પોલિંગ સ્ટાફ માટે માધવાણી કોલેજ તથા જવાહર નવોદય વિદ્યાલય ખાતે બેલેટ પેપર દ્વારા મતદાનનું આયોજન થયું હતું જેમાં તબીબ તથા જરૂરી દવા સહિતની સુવિધા ઉપલબ્ધ
કરવામાં આવી છે.

આજે મહિલા પોલિંગ સ્ટાફ મતદાન કરશે
આજે શુક્રવારે માધવાણી કોલેજ તથા જવાહર નવોદય વિદ્યાલય ખાતે બેલેટ પેપર દ્વારા મતદાન અંગેનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહિલા પોલિંગ સ્ટાફ દ્વારા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવશે.

આવતીકાલે પોલીસ મતદાન કરશે
વિધાનસભા ચૂંટણીમાં રોકાયેલ પોલીસ તથા હોમગાર્ડ જવાનો ને બેલેટ પેપરથી મતદાન કરી શકે તે માટે આવતીકાલે તા. 26ને શનિવારે પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે બેલેટ પેપરથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...