તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:10 દિવસમાં 15 બાળકો કોરોના પોઝિટીવ આવ્યા

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં 24 કલાકમાં 26 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટીવ, 18 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા, 204 કેસ એક્ટિવ, 1નું મોત
  • બન્ને કોવિડ હોસ્પિટલ અને કોવિડ સેન્ટર ખાતે 390 દર્દી દાખલ, લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા વધુ 6 દર્દીના મોત નિપજ્યા

પોરબંદરમા 10 દિવસમાં 15 બાળકો કોરોના પોઝિટીવ આવ્યા છે. બન્ને કોવિડ અને કોવિડ સેન્ટર ખાતે 390 દર્દી દાખલ છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા વધુ 6 દર્દીના મોત થયા છે. પોરબંદરમાં 24 કલાકમાં 26 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. 18 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ જેનો રિપોર્ટ કોરોના નેગેટિવ હોય પરંતુ સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ આવેલ હોય તેવા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેને કારણે ખાનગી હોસ્પિટલો ખાતે દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. અને બન્ને કોવિડ હોસ્પિટલ ખાતે પણ દર્દીઓથી બેડ ભરાઈ ગયા છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.

સિવિલ કોવિડ અને નર્સિંગ કોવિડ તેમજ કોવિડ સેન્ટર ખાતે 390 દર્દી દાખલ છે. મોટાભાગના દર્દીઓ ઓક્સિજન પર છે. કોવિડ અને નર્સિંગ કોવિડ ખાતે લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા વધુ 6 દર્દીના મોત થયા છે. જેમાં આઇસોલેશનમાં 2 દર્દી, સેમી આઇસોમાં 3 દર્દી અને નર્સિંગ કોવિડ ખાતે 1 દર્દીનું મોત થયું હતું. કોરોના સંક્રમણ વધતા બાળકોમાં પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ નોંધાયા હતા. જેમાં 3 વર્ષની બાળકીથી માંડીને 15 વર્ષના તરૂણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તા. 26/4 થી તા. 5/5 એમ 10 દિવસ દરમ્યાન 15 જેટલા બાળકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ નોંધાયો હતો.

પોરબંદર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા વધી રહી છે ત્યારે પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 546 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 26 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં પોરબંદરના છાયા, ભાટિયા બજાર, કમલાબાગ, જાગનાથ પ્લોટ, મોદી પ્લોટ, બોખીરા, વનાણા, જુરીબાગ, એરપોર્ટ સામે, ભાવસિંહજી હોસ્પિટલ સહિતના વિસ્તારો માંથી તેમજ રાણાવાવ, ભોદ, દેવડા ગામ માંથી 20 થી 64 વર્ષ સુધીના સ્ત્રી પુરુષનો સમાવેશ થાય છે. આમ સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 1761એ પહોંચ્યો છે. જ્યારે 18 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 1544એ પહોંચ્યો છે. સારવાર દરમ્યાન વધુ 1 દર્દીનું મોત થયું છે. આમ જિલ્લાનો કોરોના દર્દીનો મૃત્યુ આંક 135એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 204 કેસ એક્ટિવ છે જેમાંથી 53 દર્દી કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 13 દર્દી કોવિડ કેર સેન્ટર ખાતે તથા 138 દર્દી હોમ આઈસોલેટ થયા છે. અત્યાર સુધીમાં 142216 કુલ ટેસ્ટ થયા છે.

મોટાભાગના બાળકો લિકવિડ દવાથી સાજા થયા - તબીબ
નાના બાળકોને તાવ આવે તો હાલની સ્થિતિએ એમ ન સમજવું કે દાત આવતા હોવાથી, ગરમી હોવાથી તાવ આવ્યો હશે. તુરંત તબીબની સલાહ લેવી જોઈએ. ઘરના સભ્યોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ. થોડા દિવસોમાં બાળકો પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાંથી 80 ટકા બાળકોને લિકવિડ દવા આપવાથી સાજા થયા હતા. તો કેટલાક બાળકોને એન્ટીબાયોટિક દવા આપીને સાજા કર્યા હતા. કોઈ બાળકોની સ્થિતિ ગંભીર થઈ ન હતી. > ડો. જય બદિયાણી, બાદ રોગ નિષ્ણાંત, સિવિલ હોસ્પિટલ

કોવિડ હોસ્પિટલની સ્થિતિ?
પોરબંદરની સિવિલ કોવિડ હોસ્પિટલ ખાતે આઇસોલેશનમાં 50 દર્દી દાખલ છે જેમાં 6 દર્દી પોઝિટિવ છે અને 39 દર્દી નેગેટિવ છે. 16 દર્દી બાયપેપ પર છે. જ્યારે સેમી આઇસોલેશનમાં 90 દર્દી દાખલ છે.

નર્સિંગ કોવિડની સ્થિતિ ?
નર્સિંગ કોવિડ હોસ્પિટલમાં પહેલે માળે 30 દર્દી, બીજા માળે 38 દર્દી અને ત્રીજા માળે 52 દર્દી દાખલ છે.

કઈ તારીખે કેટલા બાળકોના રિપોર્ટ કોરોના પોઝિટીવ ?
​​​​​​​

તારીખબાળકોની સંખ્યા
26/4

3 વર્ષ, 7 વર્ષની બાળકી

27/4

15 વર્ષના તરુણ, તરુણી

28/48 વર્ષની બાળકી
29/46 વર્ષની બાળકી
30/45 વર્ષના બે બાળક
1/514 વર્ષની તરુણી
2/514 વર્ષની તરુણી
3/59 વર્ષની બાળકી,

5 અને 6વર્ષનો બાળક

4/54 વર્ષની બાળકી
5/58 વર્ષની બાળકી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...