કામગીરી:1 વર્ષમાં 181ની ટીમ 1612 મહિલાઓની મદદે પહોંચી, 266 બનાવમાં સ્થળ પર સુખદ સમાધાન કરાવ્યું

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં 181 અભયમ હેલ્પલાઇન દ્વારા 1 વર્ષ માં 1612 મહિલાઓને વિવિધ રીતે મદદ કરવામાં આવી હતી. જેમાં 266 બનાવમાં ટીમ દ્વારા સ્થળ પર જ સમાધાન કરાવવામાં આવ્યું હતું. તા. 8 માર્ચ 2015ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસથી 181 અભયમ મહિલા હેલ્પલાઈન શરુ કરવામાં આવી હતી. કાઉન્સિલર રીના દિહોરાએ જણાવ્યું હતું કે, 2021 દરમ્યાન 181 અભયમ મહિલા હેલ્પ લાઈન દ્વારા જિલ્લામા કુલ 1612 મહિલાઓને સલાહ, સુચન, માર્ગદર્શન અને બચાવ પુરું પાડવામાં આવ્યું છે.

જેમાં 1140 મહિલાઓ ને ટેલીફોનિક વાર્તાલાપ કરી સમસ્યાનુ સામાધાન કે યોજના વિશેની કે અન્ય માહિતિ આપવામાં આવી હતી, તેમજ તાકીદની સ્થિતિમાં ઘટનાસ્થળ પર 181 ટીમ રેસક્યુવાન સાથે જઇને 472 મહિલાઓને મદદ પુરી પાડી હતી. અને 266 બનાવમાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરાયો હતો.

ઉપરાંત 201 મહિલાઓના ગંભીર પ્રકારના બનાવમાં ઘટનાસ્થળ પર જઈને રેસક્યુ વાન દ્વારા રેસક્યુ કરીને લાંબાગાળાના કાઉન્સિલિંગ તેમજ અન્ય મદદ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવેલ હતા. 181 હેલ્પલાઇન 24 કલાક કાર્યરત રહે છે. મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં 181 હેલ્પલાઇન મહત્વની સેવા તરીકે સાબિત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...