દરોડો:ભાદર નદીના પટ્ટ વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ચોરી ઝડપાઇ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી પડતર જમીનમાં 8600 મેટ્રીક ટન રેતીનો જથ્થો સિઝ કરાયો, મશીનો જપ્ત કર્યા

રોધડા ગામે ભાદર નદીના પટ્ટ વિસ્તાર માંથી ગેરકાયદેસર રેતી ચોરી ઝડપાઇ છે. સરકારી પડતર જમીનમાં 8600 મેં.ટન રેતીનો જથ્થો સિઝ કરાયો છે. રૂ. 5 લાખ જેટલી રકમની આવક દંડ પેટે સરકારી તિજોરીમાં જમા કરાઈ છે.

પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર ખાણખનિજની પ્રવૃતિ અટકાવવા માટે ટીમ પોરબંદર દ્રારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. પ્રાંત અધિકારી કુતિયાણા પી.ડી.વાંદાના સંકલનમા મામલતદાર કુતિયાણા વી.એસ.દેસાઇ તથા સંયુકત ટીમ દ્વારા તાજેતરમાં ગેરકાયદેસર ખનન પ્રવૃતિ અટકાવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જેમાં કુતિયાણા તાલુકાના રોઘડા ગામે રાત્રીના સમય દરમ્યાન ભાદર નદીના પટ્ટ વિસ્તારની બાજુમાંથી 4 ટ્રેકટર દ્વારા રેતીનું ગેરકાયદેસર ખનન કરતા હોવાનું જણાતા 4 ટ્રેકટર જપ્ત કરવામાં આવ્યા છે. કુતિયાણા તાલુકાના રોઘડા તથા ચૌટા ગામે જુદી-જુદી જગ્યાઓ પરથી રેતીના કુલ 10 જેટલા સ્ટોક સીઝ કરવામાં આવેલ છે. સીઝ કરેલ રેતીનો અંદાજિત જથ્થો 8600 મે.ટન જેટલો રહેલ છે.

કુતિયાણા ગામના સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર રીતે માટી ચોરી કરતા હોય જેથી આ સ્થળે દરોડા પાડી 1 હિટાચી મશીન, 1ડમ્પર તથા 1 ટ્રેકટર જપ્ત કરવામાં આવેલ છે. તમામ દરોડામાં વધારાની કાર્યવાહી અર્થે ખાણખનિજ વિભાગ પોરબંદરને અહેવાલ કરવામાં આવેલ છે. તથા અત્યાર સુધી અંદાજે રૂા.5 લાખ જેટલી રકમની આવક દંડ પેટે સરકારી તિજોરીમાં જમા થયેલ છે. તથા વધારાના દંડની રકમ વસુલવાની કામગીરી ચાલુ છે તેવું અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...