કડક કાર્યવાહીની સૂચના:પોરબંદરના કુછડી ગામે ખરાબાની જમીનમાં ગેરકાયદેસર ખનન, તંત્રનો દરોડો

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 13 ચકરડી, 3 ટ્રેકટર, 2 ટ્રક સહિત રૂ. 60 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

કુછડી ગામે તંત્રએ દરોડો પાડી ખરાબાની જમીન પર થતું ગેરકાયદેસર ખનન ઝડપી પાડ્યું હતું અને 13 ચકરડી સહિત રૂ. 60 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોરબંદર જિલ્લાના મિયાણી થી માધવપુર વિસ્તારમાં ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેથી જિલ્લા કલેકટર અશોક શર્મા દ્વારા ખાણો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.

પોરબંદર તાલુકાના કુછડી ગામે ગેરકાયદેસર ખનન થતું હોવાની બાતમીના આધારે જિલ્લા કલેકટરની સૂચના મુજબ ગ્રામ્ય મામલતદાર, બન્ને સર્કલ ઓફિસર તેમજ ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમા એક ખરાબાની જમીન પર ગેરકાયદેસર રીતે ખનીજ ખનન ઝડપી તપાસ કરી, 13 ચકરડી મશીન, 3 ટ્રેકટર, 2 ટ્રક સહિત રૂ. 60 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી, આગળની વધુ કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...