ઉટડા ગામે ગેરકાયદેસર ખાણ ઝડપાઇ છે. તંત્ર દ્વારા ડ્રોન કેમેરાથી ચેકીંગ કરવામાં આવતા મજૂરો દ્વારા પથ્થર ટ્રકમા ભરતા હતા જેથી ટ્રક કબ્જે કરી તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ છે. પોરબંદરના ખાણ ખનીજ તંત્ર દ્વારા ડ્રોન કેમેરાથી ચેકીંગ કરવામાં આવ્યું હતું
જેમાં પોરબંદરના ઉટડા ગામે એક ગેરકાયદેસર ખોદકામ વાળા વિસ્તાર માં ટ્રક નં. GJ-25-U-6626 માં મજૂરો દ્વારા બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજના પથ્થર ટ્રકમાં ભરતા હતા જે નજરે ચડતા તંત્ર દ્વારા તપાસ કરતા અને ડ્રાઇવરની પૂરછપરછ કરતા આ ખોદકામ વજુ ગઢવી દ્વારા કરવામાં આવેલ છે તેવું જણાવેલ હતું. આ ટ્રકને સીઝ કરી નવી બંદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખાડાની માપણીની કામગીરી શરૂ કરવામાં આવશે તેવુ તંત્રએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.