વનવિભાગની સુચના:બરડા અભયારણ્યના પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ્યા તો દંડાશો

પોરબંદર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલ ઝરણાઓ વહી રહ્યા છે, અકસ્માત થવાની શકયતા, પ્રતિબંધિત વિસ્તારોમાં જવાથી દંડનીય ગુનો બને છે

પોરબંદરના બરડા અભ્યારણ્ય વિસ્તારના પ્રતિબંધિત વિસ્તારમાં લોકોએ ન જવા વનવિભાગ દ્વારા તાકીદે સુચના આપવામાં આવી છે. પોરબંદર જિલ્લાના બરડા અભ્યારણ્યમા કીલેશ્વર મંદિર સિવાયના વિસ્તારો પ્રતિબંધિત વિસ્તારો છે. બરડા અભ્યારણ્યમાં હાલ પુષ્કળ પાણી વહે છે અને આ નજારો નયનરમ્ય હોય છે. ઝરણાંઓ વહે છે જેથી લોકો અહીં પ્રવેશ કરવા અને ફોટોગ્રાફી કરવા આકર્ષાય છે. પરંતુ આવા વિસ્તારોમાં પ્રવેશ કરવાની મનાઈ છે અને વનવિભાગની ટીમ આ અંગે સતત દેખરેખ રાખે છે.

વનવિભાગના અધિકારી દિપક પંડ્યાએ જણાવ્યું છેકે, હાલ ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી આવે છે અને બરડામાં પાણી વહી રહ્યું છે. શ્રાવણ માસમાં કીલેશ્વર મંદિર ખાતે લોકોને જવાની છૂટ છે પરંતુ આ રસ્તો સેવાળ વાળો છે જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. બાકીના વિસ્તારો લોકોને પ્રવેશ માટે પ્રતિબંધિત છે. ભૂતકાળમાં થાપાવાળી ખોડિયાર મંદિરે પાણીના વહેણમાં 3 મહિલાના ડૂબી જવાથી મોત થયા હતા. હાલ પણ ચારેબાજુ પાણી વહે છે જેથી લોકો આકર્ષાય છે.

તાજેતરમાં 10 શખ્સોને પ્રતિબંધિત વિસ્તાર માંથી ઝડપી લીધા હતા અને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ માટે મનાઈ હોવા છતાં કોઈ ગેરકાયદેસર પ્રવેશ કરશે તો તેની સામે દંડનીય ગુન્હો બને છે. આથી લોકોની સલામતી માટે લોકોએ બરડા અભ્યારણયના પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે.

પ્લાસ્ટિક ફેંકવું ગુન્હો છે
પોરબંદર જિલ્લાના બરડા અભ્યારણ્ય મહત્વનું સ્થાન છે. અનેક ઔષધીય વનસ્પતિઓ આવેલ છે અને લીલાછમ વૃક્ષો વચ્ચે ઝરણાંઓ વહે છે. પક્ષીઓ અને પ્રાણીઓ વસવાટ કરે છે. આવા કુદરતી સૌંદર્ય સભર અભ્યારણ્યમા કેટલાક લોકો કચરો ફેંકી ગંદુ કરે છે. પ્લાસ્ટિક ફેંકવું પણ ગુન્હો બને છે તેવું વનવિભાગ અધિકારીએ જણાવી અહીં કચરો ન ફેંકવા લોકોને અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...